મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

100 ટેસ્ટ મેચ રમનારા ક્રિકેટરનું નિધન, 55 વર્ષની ઉંમરે ગંભીર બીમારીને કારણે ગુમાવ્યો જીવ

ઇંગ્લેન્ડના પૂર્વ સ્ટાર બેટ્સમેન ગ્રેહામ થોર્પનું નિધન થયું છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ પૃષ્ટી કરી છે. થોર્

100 ટેસ્ટ મેચ રમનારા ક્રિકેટરનું નિધન, 55 વર્ષની ઉંમરે ગંભીર બીમારીને કારણે ગુમાવ્યો જીવ

ઇંગ્લેન્ડના પૂર્વ સ્ટાર બેટ્સમેન ગ્રેહામ થોર્પનું નિધન થયું છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ પૃષ્ટી કરી છે. થોર્પ 55 વર્ષના હતા અને ઇંગ્લેન્ડ તરફથી 100 ટેસ્ટ મેચ રમી ચુક્યા છે. થોર્પ ક્રિકેટમાંથી સંન્યાસ બાદ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કોચિંગ સ્ટાફનો ભાગ પણ રહ્યચાં છે.

ઇંગ્લેન્ડ તરફથી 100 ટેસ્ટ મેચ રમી

ઇંગ્લેન્ડ તરફથી 17 ખેલાડી જ 100 કે તેથી વધારે ટેસ્ટ મેચ રમી ચુક્યા છે અને થોર્પ આ યાદીનો ભાગ રહ્યાં છે. થોર્પે 100 ટેસ્ટ મેચમાં 44.66ની એવરેજથી કૂલ 6744 ટેસ્ટ રન બનાવ્યા છે અને આ દરમિયાન 16 સદી પણ ફટકારી છે. થોર્પ 82 વન ડે ઇન્ટરનેશનલ મેચમાં 37.18ની એવરેજથી 2380 રન બનાવ્યા છે અને આ દરમિયાન 21 અડધી સદી ફટકારી છે.

થોર્પે 1993થી 2005 વચ્ચે ઇંગ્લેન્ડ માટે 100 ટેસ્ટ મેચ રમી છે. તે બાદ તે ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો બેટિંગ કોચ પણ બન્યો હતો. 2022માં થોર્પને અફઘાનિસ્તાનના હેડ કોચ નિયુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ તેના કેટલાક દિવસ પછી સમાચાર આવ્યા કે તે ગંભીર રીતે બીમાર છે. થોર્પની બીમારીને લઇને જોકે, વધુ જાણકારી આપવામાં આવી નહતી. 

જૂન 2022માં જ્યારે ગ્રેહામ થોર્પના બીમાર થવાના સમાચાર આવ્યા ત્યારે ઇંગ્લેન્ડના સ્ટાર ઓલ રાઉન્ડર અને વર્તમાન ટેસ્ટ કેપ્ટન સ્ટોક્સ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ મેચમાં ગ્રેહામ થોર્પના નામની જર્સી પહેરીને રમવા માટે ઉતર્યો હતો.

આ સમાચાર શેર કરો