IPL 2026 Retention / આજે જાહેર થશે રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી, આ રીતે જોઈ શકશો લાઈવ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સિઝન 2026માં રમાશે અને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી સિઝન માટે મિની ઓક્શન 16 ડિસેમ્બરે યોજાશે. 15 નવેમ્બરના રોજ તમામ 10 ફ્રેન્ચાઈઝીઓ ઓક્શન પહેલા તેમના રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની જાહેરાત કરશે. બધાની નજર આ યાદી પર છે, જેમાં ઘણા મોટા નામો શામેલ હોવાની અપેક્ષા છે જેમને તેમની ફ્રેન્ચાઈઝીઓ દ્વારા રિલીઝ કરવામાં આવી શકે છે. જ્યારે આ પહેલા ફ્રેન્ચાઈઝીઓએ ટ્રેડ દ્વારા કેટલાક ખેલાડીઓની અદલાબદલી કરી છે.
IPLમાં ખેલાડીઓની આ રીતે અદલાબદલી કરવામાં આવે છે
મિની ઓક્શન પહેલા IPLમાં ખેલાડીઓના ટ્રેડ માટેના નિયમો અંગે વાત કરીએ તો બે ફ્રેન્ચાઈઝીઓ ખેલાડીઓની અદલાબદલી કરી શકે છે. જેમાં જે પણ ફ્રેન્ચાઈઝી વધુ કિંમતવાળા ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કરે છે, તેણે તે જ કિંમતનો ખેલાડી અથવા તે કિંમતમાં આવતા એકથી વધુ ખેલાડી અથવા ખેલાડી સાથે બાકી વધેલી રકમ આપવાની હોય છે. આ સિવાય સંપૂર્ણપણે કેશ ડીલ પણ થઈ શકે છે, જેમાં ફ્રેન્ચાઈઝી પોતાની ટીમમાં સામેલ કરેલા ખેલાડીની કિંમત ચૂકવે છે. ખેલાડીની સંમતિ વિના કોઈ ફ્રેન્ચાઇઝી ખેલાડીઓની અદલાબદલી નથી કરી શકતી.
ઇવેન્ટનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકાશે?
IPL 2026ની સિઝન માટે, બધી ફ્રેન્ચાઈઝીઓ 15 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે તેમના રિટેન અને રિલીઝ કરેલા ખેલાડીઓના નામ જાહેર કરશે. ફેન્સ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર તેનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશે અને તે Jio Hotstar એપ પર ઓનલાઈન સ્ટ્રીમ પણ કરવામાં આવશે.

