મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: મનુ ભાકર-ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને મળ્યો ખેલ રત્ન, 32 ખેલાડીઓને અર્જૂન એવોર્ડ

બે ઓલિમ્પિક ચંદ્રક વિજેતા શૂટર મનુ ભાકર અને ચેસ વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશને શુક્રવારે રાષ્ટ્રીય રમ

VIDEO: મનુ ભાકર-ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને મળ્યો ખેલ રત્ન, 32 ખેલાડીઓને અર્જૂન એવોર્ડ

બે ઓલિમ્પિક ચંદ્રક વિજેતા શૂટર મનુ ભાકર અને ચેસ વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશને શુક્રવારે રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી નવાજ્યા છે. આ ઉપરાંત ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા હાઇ જમ્પ ખેલાડી પ્રવીણ કુમારને પણ રાષ્ટ્રપતિ ભવનમાં દેશના સર્વોચ્ચ રમત સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનને ૧૪ વર્ષની જેલની સજા, પત્નીને પણ ૭ વર્ષની સજા

મનુ ભાકરે 2024 પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા, જેમાંથી એક મેડલ તેણીએ સિંગલ મહિલા 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં જીત્યો હતો. બીજો મેડલ મિશ્ર 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં જીત્યો.

જ્યારે ડી ગુકેશે સૌથી નાની ઉંમરના વિશ્વ ચેસ ચેમ્પિયન બનવાનો ખિતાબ જીત્યો હતો. ગુકેશે ચીની ગ્રાન્ડમાસ્ટર ડિંગ લિરેનને હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી હતી. ગુકેશ માત્ર 18 વર્ષની ઉંમરે વિશ્વ ચેમ્પિયન બન્યો. મહાન ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ પછી આ સિદ્ધિ મેળવનાર તે બીજો ભારતીય છે.

હરમનપ્રીત ટોક્યો અને પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર હોકી ટીમની સભ્ય હતો. તે પેરિસ ઓલિમ્પિકમાં ટીમનો કેપ્ટન પણ હતો. બીજી તરફ, ડાબા પગમાં ખોડ સાથે જન્મેલા પ્રવીણે ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો અને પેરિસમાં તેને ગોલ્ડમાં બદલ્યો હતો.

17 પેરા એથ્લેટ્સને મળ્યો અર્જૂન એવોર્ડ

આ વખતે અર્જુન એવોર્ડ 32 ખેલાડીઓને આપવામાં આવ્યા હતા જેમાંથી 17 પેરા એથ્લેટ્સ છે. અર્જુન એવોર્ડ મેળવનારા ખેલાડીઓમાં પેરિસ ઓલિમ્પિક્સના બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ અમન સેહરાવત, શૂટર સ્વપ્નિલ કુસાલે, સરબજોત સિંહ અને પુરુષ હોકી ટીમના સભ્યો જર્મનપ્રીત સિંહ, સુખજીત સિંહ, સંજય અને અભિષેકનો સમાવેશ થાય છે.

આ વખતે, અર્જુન પુરસ્કાર વિજેતાઓની યાદીમાં પેરા-એથ્લીટ્સની સંખ્યા સક્ષમ ખેલાડીઓ કરતાં વધુ હતી, કારણ કે પેરિસ પેરાલિમ્પિક્સમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે, જેમાં તેઓએ સાત ગોલ્ડ અને નવ સિલ્વર સહિત 29 મેડલ જીત્યા હતા. 

૩૪ ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો

જ્યોતિ યારાજી - એથ્લેટિક્સ
અન્નુ રાની - એથ્લેટિક્સ
નીતુ - બોક્સિંગ
સ્વીટી - બોક્સિંગ
વાંતિકા અગ્રવાલ - ચેસ
સલીમા ટેટે - હોકી
અભિષેક - હોકી
સંજય - હોકી
જર્મનપ્રીત સિંહ - હોકી
સુખજીત સિંહ - હોકી
રાકેશ કુમાર - પેરા-તીરંદાજી
પ્રીતિ પાલ - પેરા-એથ્લેટિક્સ
સચિન સરજેરાવ ખિલારી - પેરા એથ્લેટિક્સ
ધરમબીર- પેરા એથ્લેટિક્સ
પ્રણવ સુર્મા - પેરા એથ્લેટિક્સ
એચ હોકાતો- સેમા પેરા એથ્લેટિક્સ
સિમરન- પેરા એથ્લેટિક્સ
નવદીપ - પેરા એથ્લેટિક્સ
તુલસીમતી મુરુગેસન - પેરા બેડમિન્ટન
નિત્ય શ્રી સુમાથિ સિવાન - પેરા બેડમિન્ટન
મનીષા રામદાસ - પેરા બેડમિન્ટન
કપિલ પરમાર - પેરા જુડો
મોના અગ્રવાલ - પેરા શૂટિંગ
રૂબીના ફ્રાન્સિસ - પેરા શૂટિંગ
સ્વપ્નિલ સુરેશ કુસાલે - શૂટિંગ
સરબજોત સિંહ - શૂટિંગ
અભય સિંહ - સ્ક્વોશ
સાજન પ્રકાશ - સ્વિમિંગ
અમન સહવારત - કુસ્તી
સુચા સિંહ (આજીવન) - એથ્લેટિક્સ
મુરલી કાંત (જીવનકાળ) - રાજારામ પેટકર પેરા તરવૈયા

5 કોચને દ્રોણાચાર્ય એવોર્ડ

સુભાષ રાણા - પેરા શૂટિંગ (નિયમિત)
દીપાલી દેશપાંડે - શૂટિંગ (નિયમિત)
સંદીપ સાંગવાન - હોકી (નિયમિત)
એસ મુરલીધરન - બેડમિન્ટન (લાઈફટાઈમ)
આર્માન્ડો એગ્નેલો કોલાકો - ફૂટબોલ (લાઈફટાઈમ)

આ સમાચાર શેર કરો