Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : England creates world record for biggest win in ODI history

ઈંગ્લેન્ડે મેળવી ODI ક્રિકેટના ઈતિહાસની સૌથી મોટી જીત, ટીમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ; ટોપ-5માં બે વખત છે ભારતનું નામ

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2025
લાઇવ ટીવીGoogle News
ઈંગ્લેન્ડે મેળવી ODI ક્રિકેટના ઈતિહાસની સૌથી મોટી જીત, ટીમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ; ટોપ-5માં બે વખત છે ભારતનું નામ
સોર્સ : ESPNcricinfo

ઈંગ્લેન્ડની ટીમે ODI ઈતિહાસમાં સૌથી મોટી જીતનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય ટીમ બીજા ક્રમે છે. ટોપ-5માં બે વખત ટીમ ઈન્ડિયાનું નામ સામેલ છે. ટીમ ઈન્ડિયાએ 300થી વધુ રન સાથે બે વખત મેચ જીતી છે. ઈંગ્લેન્ડે સાઉથથેમ્પટનમાં સાઉથ આફ્રિકા સામે ગઈકાલે (7 સપ્ટેમ્બર) બંને ટીમ વચ્ચે રમાયેલી ત્રીજી ODI મેચમાં 342 રનથી જીત હાંસલ કરી આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

App Store

ટીમ ઈન્ડિયા બીજા ક્રમે

ઈંગ્લેન્ડે ODI ક્રિકેટમાં સૌથી મોટી જીત હાંસલ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઈંગ્લેન્ડે સાઉથથેમ્પટનમાં સાઉથ આફ્રિકા સામે 342 રન સાથે વિજય મેળવ્યો હતો. રનની દૃષ્ટિએ ODI ક્રિકેટમાં આ સૌથી મોટી જીત છે. ઈંગ્લેન્ડની આ જીત સાથે ટીમ ઈન્ડિયા બીજા ક્રમે ખસી ગઈ છે. તેણે 2023માં તિરુવનંતપુરમમાં શ્રીલંકાની ટીમને 317 રનથી હરાવી આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. જોકે, ટોપ-5માં ભારત બે વખત સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. ટીમ ઈન્ડિયા ODI મેચમાં 302 રન સાથે આ યાદીમાં પાંચમા ક્રમે પણ છે. તેણે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને 302 રનથી હરાવ્યું હતું. ભારત એકમાત્ર દેશ છે, જેણે એક વર્ષમાં બે વખત 300થી વધુ રન સાથે જીત હાંસલ કરી હોય.

ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને હરાવ્યું

ઓસ્ટ્રેલિયાની ટીમે 309 રન સાથે જીત હાંસલ કરી આ યાદીમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ 2023માં દિલ્હીમાં નેધરલેન્ડને હરાવ્યું હતું. જ્યારે ઝિમ્બાબ્વે આ યાદીમાં ચોથા ક્રમે છે. તેણે 2023માં યુએસએની ટીમને 304 રનથી હરાવી હતી. જે ODI ક્રિકેટના ઈતિહાસની ચોથી મોટી જીત છે.