વેસ્ટઇન્ડિઝનું વિજયરથ રોકાયું: ઇંગ્લેન્ડે ધમાકેદાર જીત સાથે સેમિફાઇનલની ટિકિટ કરી પાકી

ડૅની વ્યાટ-હૉજની વધુ એક શાનદાર અર્ધસદીની મદદથી ઇંગ્લેન્ડે ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર વ

વેસ્ટઇન્ડિઝનું વિજયરથ રોકાયું: ઇંગ્લેન્ડે ધમાકેદાર જીત સાથે સેમિફાઇનલની ટિકિટ કરી પાકી
આ સમાચાર સાંભળો

ડૅની વ્યાટ-હૉજની વધુ એક શાનદાર અર્ધસદીની મદદથી ઇંગ્લેન્ડે ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર વેસ્ટઇન્ડિઝને 38 રને કરારી હાર આપી છે. આ જીતની સાથે જ ઇંગ્લેન્ડે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલમાં સૌથી પહેલા પોતાનું સ્થાન પાકું કરી લીધું છે.

આ મેચમાં ઇંગ્લેન્ડે લોર્ડ્સના મેદાન પર મહિલા T20 આંતરરાષ્ટ્રીય ઇતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. વેસ્ટઇન્ડિઝની ટીમ, જે આ મેચ પહેલા સુધી ટૂર્નામેન્ટમાં અજેય (એકપણ મેચ ન હારેલી) હતી, તે રન-રેટના આ ભારે દબાણને સહન કરી શકી નહીં.

જાહેરાત

આ જીત સાથે ઇંગ્લેન્ડે 2024ના વર્લ્ડ કપની ગ્રુપ સ્ટેજમાં વેસ્ટઇન્ડિઝ સામે મળેલી હારનો હિસાબ પણ ચૂકતે કરી દીધો છે. ઇંગ્લેન્ડે કેરેબિયન ટીમને 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં વેસ્ટઇન્ડિઝની ટીમ 20 ઓવરમાં ૫ વિકેટે 148 રન જ બનાવી શકી હતી.

ડૅનીની અર્ધસદી ટીમ માટે વરદાન સાબિત થઈ

મેચમાં વેસ્ટઇન્ડિઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ શરૂઆતથી જ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. આ જ ટૂર્નામેન્ટમાં શ્રીલંકા સામે સદી ફટકારનાર ડૅની વ્યાટ-હૉજે ફરી એકવાર મોરચો સંભાળ્યો હતો. તેણીએ નબળા બોલનો પૂરો ફાયદો ઉઠાવીને મેદાનની ચારેય બાજુ શોર્ટ્સ ફટકાર્યા અને માત્ર 30થી વધુ બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી હતી.

એમી જોન્સ અને સોફિયા ડંકલી વહેલા આઉટ થયા બાદ, વ્યાટ-હૉજે એલિસ કેપ્સી સાથે મળીને શતકીય ભાગીદારીનો પાયો નાખ્યો હતો. વ્યાટ-હૉજ 65 રન બનાવીને રન-આઉટ થઈ હતી. તેના આઉટ થયા પછી, કેપ્ટન હીથર નાઇટે 26 બોલમાં 43 રન બનાવ્યા હતા. અંતમાં નીચલા ક્રમના બેટ્સમેનોના નાના યોગદાનથી ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 186  રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

હેનરીની એકલી લડત એળે ગઈ

187 રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટઇન્ડિઝની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેરેબિયન કેપ્ટન હેલી મેથ્યુઝ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહી હતી અને 14 રન બનાવી પેવેલિયન ભેગી થઈ હતી. જોકે, શેમેન કેમ્પબેલ (20 રન) અને ડિએન્ડ્રા ડોટિન (19 રન)એ મેચનો રૂખ બદલવાનો પ્રયાસ કર્યો હતો.

બીજી તરફ હેનરીએ છેલ્લી ઓવર સુધી એકલા હાથે લડત આપતા પોતાની શાનદાર અર્ધસદી પૂરી કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં મેચ વેસ્ટઇન્ડિઝના હાથમાંથી સંપૂર્ણપણે નીકળી ગઈ હતી. ઇંગ્લેન્ડના બોલરોએ વેસ્ટઇન્ડિઝને લક્ષ્યથી 38 રન પહેલા જ રોકી દીધું હતું. હેનરી 51 રન બનાવીને અણનમ રહી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત