Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : England announced team for 4th Test this player got a chance in place of Bashir

IND vs ENG / ઈંગ્લેન્ડે ચોથી ટેસ્ટ માટે જાહેર કરી ટીમ, શોએબ બશીરની જગ્યાએ આ ખેલાડીને મળ્યું સ્થાન

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2025
લાઇવ ટીવીGoogle News
IND vs ENG / ઈંગ્લેન્ડે ચોથી ટેસ્ટ માટે જાહેર કરી ટીમ, શોએબ બશીરની જગ્યાએ આ ખેલાડીને મળ્યું સ્થાન

લોર્ડ્સમાં રમાયેલી રોમાંચક મેચમાં ભારતની છેલ્લી વિકેટ લેનાર ઈંગ્લેન્ડનો સ્પિનર શોએબ બશીર ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તે પહેલી ઈનિંગમાં બોલિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. ઈંગ્લેન્ડે હવે તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે અને આઠ વર્ષ પછી આ ખેલાડીને પાછો બોલાવ્યો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે આગામી મેચ માટે ટીમની જાહેરાત પણ કરી છે.

App Store

ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતને 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે, ઈંગ્લેન્ડે 5 મેચની ટેસ્ટ સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ત્રીજી ટેસ્ટ મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે રમાશે. આ મેચમાં, ભારત સિરીઝ બરાબર કરવાનો પ્રયાસ કરશે.

બશીરની જગ્યાએ કોને મળ્યું સ્થાન?

ઓફ-સ્પિનર શોએબ બશીરની જગ્યાએ, ઈંગ્લેન્ડે લેફ્ટ આર્મ સ્પિનર લિયામ ડોસનને ટીમમાં પસંદ કર્યો છે. તે આઠ વર્ષ પછી ઈંગ્લેન્ડની ટીમમાં વાપસી કરી રહ્યો છે. ડોસને ઈંગ્લેન્ડ માટે ત્રણ ટેસ્ટ મેચ રમી છે અને સાત વિકેટ લીધી છે. તેણે 2016માં ચેન્નાઈમાં ભારત સામે ડેબ્યુ કર્યું હતું અને બે વિકેટ લીધી હતી. તેણે 2017માં નોટિંઘમમાં સાઉથ આફ્રિકા સામે ઈંગ્લેન્ડ માટે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. ડોસને આ ડોમેસ્ટિક સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેનું ફળ તેને મળ્યું છે. તેણે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં 40.04ની એવરેજથી કુલ 21 વિકેટ લીધી છે. આ ઉપરાંત, તેણે 536 રન પણ બનાવ્યા છે જેમાં તેની એવરેજ 44.66 રહી છે.

ઇંગ્લેન્ડ ટીમના પસંદગીકાર લ્યુક રાઈટે ડોસનની પસંદગી પર કહ્યું, "ડોસન પસંદગીને પાત્ર હતો. તે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં શાનદાર ફોર્મમાં હતો અને હેમ્પશાયર માટે સતત સારું રમી રહ્યો હતો."

બશીરની સર્જરી થશે

લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે, બશીરને પોતાની બોલિંગ પર પંતનો શોટ રોકતી વખતે ઈજા થઈ હતી. આ કારણે, તે બહાર ગયો અને બોલિંગમાં પાછો નહતો ફર્યો. તેણે ખૂબ જ મુશ્કેલીથી બેટિંગ કરી હતી. જોકે, તે પાછો ફર્યો અને છેલ્લા દિવસે બોલિંગ કરી. સિરાજને આઉટ કરીને તે આ મેચનો હીરો પણ બન્યો. તેને આંગળી પર સર્જરી કરાવવી પડશે અને તેના કારણે તે થોડા સમય માટે ક્રિકેટથી દૂર રહેશે.

ચોથી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ

બેન સ્ટોક્સ (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, જેક ક્રોલી, લિયામ ડોસન, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ, જોશ ટંગ, ક્રિસ વોક્સ.