Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Schedule released for LA Olympics 2028

LA Olympics 2028નું શેડ્યૂલ જાહેર, જાણો દુનિયાની સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટમાં કઈ તારીખથી રમાશે ક્રિકેટ

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2025
લાઇવ ટીવીGoogle News
LA Olympics 2028નું શેડ્યૂલ જાહેર, જાણો દુનિયાની સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટમાં કઈ તારીખથી રમાશે ક્રિકેટ

લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. રમતગમતની દુનિયાની સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટ 14 જુલાઈ 2028ના રોજથી શરૂ થશે. જ્યારે 30 જુલાઈ છેલ્લો દિવસ હશે. લાંબા સમય પછી ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટની વાપસી થઈ રહ્યું છે. જેના કારણે ક્રિકેટ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે, 128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસી થશે. છેલ્લે 1900ના પેરિસ ઓલિમ્પિકમાં ક્રિકેટ રમાયું હતું. ત્યારે ફક્ત બે ટીમો ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સે ભાગ લીધો હતો. તે ઐતિહાસિક મેચમાં ગ્રેટ બ્રિટને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારથી ક્રિકેટ ઓલિમ્પિકમાંથી બહાર રહ્યું હતું. હવે લોસ એન્જલસમાં ક્રિકેટનો સમાવેશ થયોછે. જોકે, ક્રિકેટના શેડ્યૂલમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જે મુજબ 12 જુલાઈથી જ આ ઈવેન્ટમાં ક્રિકેટ મેચ રમાશે.

App Store

ક્રિકેટ શેડ્યૂલ જાહેર

ઓલિમ્પિક્સ 2028 12 જુલાઈથી શરૂ થશે અને મેડલ મેચ 29 જુલાઈએ રમાશે. આયોજકોએ 12 જુલાઈને 'માઈનસ 2' અને 13 જુલાઈને 'માઈનસ 1' નામ આપ્યું છે. પહેલા તબક્કામાં, મેચ 12 જુલાઈથી 18 જુલાઈ વચ્ચે રમાશે. જ્યારે મેડલ મેચ 19 જુલાઈએ રમાશે. બીજો તબક્કો 22થી 28 જુલાઈ વચ્ચે શરૂ થશે. જ્યારે મેડલ મેચ 29 જુલાઈએ યોજાશે. જોકે, ટીમ ઈન્ડિયાનો મેચ ક્યારે રમાશે તે અંગે હજુ જાણકારી નથી મળી.

6-6 ટીમો ભાગ લેશે

નોંધનીય છે કે પુરૂષ અને મહિલા બંને કેટેગરીમાં કુલ 6-6 ટીમો ભાગ લેશે. દરેક ટીમ 15 ખેલાડીઓની સ્કવોડ જાહેર કરશે. આ રીતે, બંને કેટેગરીમાં કુલ 180 ખેલાડીઓ આ ઐતિહાસિક ઓલિમ્પિકમાં ભાગ લેશે. સ્પર્ધાનું ફોર્મેટ એવું રાખવામાં આવ્યું છે કે મોટાભાગના દિવસોમાં બે મેચ રમાશે, જોકે 14 અને 21 જુલાઈએ કોઈ મેચ યોજાશે નહીં.

આ દિવસે અન્ય રમતો શરૂ થશે

20થી 28 જુલાઈ દરમિયાન તીરંદાજીના મુકાબલા થશે. 15-24 જુલાઈ દરમિયાન એથ્લેટિક્સ, સ્ક્વોશ અને બેડમિન્ટનના મુકાબલા યોજાશે. 15-30 જુલાઈ દરમિયાન બોક્સિંગના મુકાબલા યોજાશે. 12-29 જુલાઈ દરમિયાન હોકીની મેચ રમાશે. 15-25 જુલાઈ દરમિયાન શૂટિંગ યોજાશે.15-29 જુલાઈ દરમિયાન ટેબલ ટેનિસની મેચ યોજાશે. 19-28 દરમિયાન ટેનિસની મેચ યોજાશે. 25-29 જુલાઈ દરમિયાન વેઈટલિફ્ટિંગ ઈવેન્ટ યોજાશે. 24-30 જુલાઈ દરમિયાન રેસલિંગ ઈવેન્ટ યોજાશે.