Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : England announced squad for the fifth Test

IND vs ENG / ઈંગ્લેન્ડે પાંચમી ટેસ્ટ માટે જાહેર કરી સ્કવોડ, ફરી ટીમ સાથે જોડાયો આ ખેલાડી

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2025
લાઇવ ટીવીGoogle News
IND vs ENG / ઈંગ્લેન્ડે પાંચમી ટેસ્ટ માટે જાહેર કરી સ્કવોડ, ફરી ટીમ સાથે જોડાયો આ ખેલાડી
સોર્સ : Google

એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 હેઠળ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝમાં ચાર મેચ રમાઈ છે. જેમાં ઈંગ્લેન્ડની ટીમ 2-1થી આગળ છે. હવે બંને ટીમો વચ્ચેની ટેસ્ટ સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ 31 જુલાઈ (ગુરુવાર) થી લંડનના ઓવલ મેદાન પર રમાશે.

App Store

હવે ઈંગ્લેન્ડે પાંચમી ટેસ્ટ મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર જેમી ઓવરટન ટીમમાં પાછો ફર્યો છે. ઓવરટન આ સિરીઝમાં પ્રથમ ત્રણ ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની ટીમનો ભાગ પણ હતો, પરંતુ તેને માન્ચેસ્ટર ટેસ્ટ માટે ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો જેથી તે સરે માટે કાઉન્ટી મેચ રમી શકે. હવે 31 વર્ષીય ઓવરટન ટીમમાં ફરી જોડાયો છે.

જેમી ઓવરટન અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડ માટે 1 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 2 વિકેટ લીધી છે અને 97 રન બનાવ્યા છે. ઓવરટનને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઘણો અનુભવ છે. ઓવરટને અત્યાર સુધીમાં 98 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 31.23ની એવરેજથી 237 વિકેટ લીધી છે. તેણે 21.82ની એવરેજથી 2401 રન પણ બનાવ્યા છે.

ભારતીય ટીમમાં કયા ફેરફાર થયા છે?

બીજી તરફ, ઓવલ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. વિકેટકીપર બેટ્સમેન અને ટીમનો વાઈસ-કેપ્ટન રિષભ પંતને જમણા પગમાં ઈજા થવાને કારણે આ મેચમાંથી બહાર થઈ ગયો છે. પંતના સ્થાને, તમિલનાડુના વિકેટકીપર બેટ્સમેન નારાયણ જગદીસનને પાંચમી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

પાંચમી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની ટીમ

બેન સ્ટોક્સ (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, જેક ક્રોલી, લિયામ ડોસન, બેન ડકેટ, જેમી ઓવરટન, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ, જોશ ટંગ, ક્રિસ વોક્સ.

પાંચમી ટેસ્ટ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, નારાયણ જગદીસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, કુલદીપ યાદવ, અંશુલ કંબોજ, અર્શદીપ સિંહ.