Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Dhruv Jurel hit back to back century in 2nd unofficial test against South Africa-A

IND-A vs SA-A / સાઉથ આફ્રિકા સામેની સિરીઝ પહેલા ધ્રુવ જુરેલે મચાવી ધમાલ, મેચની બંને ઈનિંગમાં ફટકારી સદી

Timeછેલ્લું અપડેટ : 08 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IND-A vs SA-A / સાઉથ આફ્રિકા સામેની સિરીઝ પહેલા ધ્રુવ જુરેલે મચાવી ધમાલ, મેચની બંને ઈનિંગમાં ફટકારી સદી
સોર્સ : GSTV

ભારતીય યુવા વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલે સાઉથ આફ્રિકા A સામેની બીજી અનઓફિશિયલ ટેસ્ટ મેચમાં સતત બે સદી ફટકારીને ધમાલ મચાવી છે. જુરેલે ઈન્ડિયા-A માટે પ્રથમ ઈનિંગમાં અણનમ 132 રન બનાવીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. ત્યારબાદ તેણે બીજી ઈનિંગમાં પણ શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી હતી. સતત બે સદી ફટકારીને, જુરેલે સાઉથ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ સિરીઝમાં રમવાનો પોતાનો દાવો વધુ મજબૂત બનાવ્યો છે.

App Store

ધ્રુવ જુરેલે સતત બીજી સદી ફટકારી

ધ્રુવ જુરેલે ફરી એકવાર પોતાની પ્રભાવશાળી બેટિંગ દર્શાવીને સાઉથ આફ્રિકા-A સામેની બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં સદી ફટકારી. બીજી ઈનિંગમાં, ધ્રુવે મુશ્કેલ પરિસ્થિતિમાં નંબર 7 પર મેદાનમાં ઉતર્યો અને પોતાની સદી સાથે ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી. તેણે અને હર્ષ દુબેએ છઠ્ઠી વિકેટ માટે 250 બોલમાં 184 રનની શાનદાર પાર્ટનરશિપ કરી.

હર્ષ 116 બોલમાં 84 રન બનાવીને આઉટ થયો, જેમાં એક છગ્ગો અને 12 ચોગ્ગાનો સમાવેશ થાય છે. જોકે, બીજા છેડે ધ્રુવે 159 બોલમાં 13 ચોગ્ગા સાથે સદી ફટકારી.

સાઉથ આફ્રિકાને 417 રનનો ટાર્ગેટ મળ્યો

ધ્રુવ જુરેલની સદીના કારણે, ભારતે 7 વિકેટે 382 રન પરપોતાની બીજી ઈનિંગ ડિકલેર કરી, જેનાથી સાઉથ આફ્રિકાને 417 રનનો મોટો ટાર્ગેટ મળ્યો મળ્યો. ધ્રુવ જુરેલ ઉપરાંત, કેપ્ટન રિષભ પંતે પણ બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી. તે ત્રીજા દિવસે રિટાયર્ડ હર્ટ થયો હતો, પરંતુ થોડા સમય પછી બેટિંગમાં પાછો ફર્યો અને 48 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. બીજી ઈનિંગમાં, પંતે 54 બોલમાં 65 રન બનાવ્યા, જેમાં 4 છગ્ગા અને 5 ચોગ્ગાનો સમાવેશ થાય છે.