Women's T20 World Cup 2026 : ટીમ ઇન્ડિયાની હાર છતાં સેમિફાઇનલનો રસ્તો ખુલ્લો! કરોડો ભારતીય ફેન્સ માટે આવ્યા મોટા સમાચાર

વિમેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં ગ્રુપ સ્ટેજની મેચો હવે લગભગ સમાપ્ત થવાના આરે છે. પોતાની છેલ્લી ગ્રુપ મેચમાં ભારતીય મહિલા ટીમનો સામનો ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે થશે. રવિવારે આ રોમાંચક મુકાબલો લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાશે. ભારતને જો સેમિફાઇનલની ટિકિટ કન્ફર્મ કરવી હોય, તો ઓસ્ટ્રેલિયાને હરાવવું જ પડશે. આ મજબૂત ટીમ સામેની હાર ભારતની ચિંતા વધારી શકે છે. એવી સ્થિતિમાં ભારતે સેમિફાઇનલમાં પહોંચવા માટે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડી શકે છે.
ભારતે જીતી 3 મેચ
આ વર્લ્ડ કપમાં 12 ટીમોને 6-6ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. બંને ગ્રુપની ટોપ-2 ટીમો સેમિફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરશે. ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં અત્યાર સુધી રમાયેલી 4 મેચમાંથી 3 મેચ જીતી છે અને તેના 6 પોઈન્ટ છે. ગ્રુપ-એ (Group A) માંથી ઓસ્ટ્રેલિયા, ભારત, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ સેમિફાઇનલની રેસમાં છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની તમામ 4 મેચ જીતી લીધી છે અને તેના 8 પોઈન્ટ છે. જ્યારે સાઉથ આફ્રિકાએ 4માંથી 3 અને બાંગ્લાદેશે 4માંથી 2 મેચ જીતી છે.
ગ્રુપ એ (Group A) નું વર્તમાન સમીકરણ
|
ટીમ |
મેચ જીત |
પોઈન્ટ |
નેટ રન રેટ (NRR) / સ્થિતિ |
|
ઓસ્ટ્રેલિયા |
4 જીત |
8 પોઈન્ટ |
+4.724 |
|
ભારત |
3 જીત |
6 પોઈન્ટ |
+2.268 |
|
સાઉથ આફ્રિકા |
3 જીત |
6 પોઈન્ટ |
+0.734 |
|
બાંગ્લાદેશ |
2 જીત |
4 પોઈન્ટ |
-0.849 |
|
પાકિસ્તાન |
0 જીત |
0 પોઈન્ટ |
ટૂર્નામેન્ટમાંથી બહાર |
|
નેધરલેન્ડ |
0 જીત |
0 પોઈન્ટ |
ટૂર્નામેન્ટમાંથી બહાર |
ત્રણ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ
પાકિસ્તાન અને નેધરલેન્ડની ટીમો પહેલાથી જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે, જ્યારે બાંગ્લાદેશની આશાઓ પણ નહિવત બચી છે. આવી સ્થિતિમાં ગ્રુપ એ માંથી સેમિફાઇનલની બે જગ્યાઓ માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.
• ઓસ્ટ્રેલિયાનું સ્થાન લગભગ નક્કી: ગુરુવારે ભારતે બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પહોંચવાની પોતાની આશા અકબંધ રાખી હતી. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ નેધરલેન્ડ્સ સામે 88 રનથી શાનદાર જીત મેળવીને પોતાની રેસ ચાલુ રાખી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની તમામ ચાર મેચ જીતીને અને +4.724 નો શાનદાર નેટ રન રેટ મેળવીને આગામી રાઉન્ડમાં પોતાની જગ્યા લગભગ નક્કી કરી લીધી છે.
• 2 જગ્યા અને 3 દાવેદાર: બાંગ્લાદેશ પર જીત મેળવ્યા બાદ ભારત +2.268 ના નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે. તો સાઉથ આફ્રિકાએ પણ નેધરલેન્ડ્સ સામેની મોટી જીત બાદ પોતાનો નેટ રન રેટ પ્લસમાં લાવી દીધો છે, જેના કારણે સેમિફાઇનલની બે જગ્યાઓ માટે ત્રણેય ટીમો વચ્ચે રોમાંચક જંગ જામ્યો છે.
ગ્રુપ A ની બાકી બચેલી મેચો
• મેચ 29: બાંગ્લાદેશ મહિલા વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા મહિલા, લોર્ડ્સ (28 જૂન)
• મેચ 30: ઓસ્ટ્રેલિયા મહિલા વિરૂદ્ધ ભારત મહિલા, લોર્ડ્સ (28 જૂન)
જો ભારત ઓસ્ટ્રેલિયા સામે હરી જાય તો?
આવી સ્થિતિમાં ભારતે પ્રાર્થના કરવી પડશે કે બાંગ્લાદેશની ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવી દે. જો બાંગ્લાદેશ કોઈ મોટો ઉલટફેર કરવામાં સફળ રહેશે, તો બીજા સેમિફાઇનલ સ્થાનનો નિર્ણય નેટ રન રેટ (NRR)ના આધારે થશે, કારણ કે ભારત અને દક્ષિણ આફ્રિકા બંનેના પોઈન્ટ બરાબર (6) થઈ જશે. જેનો નેટ રન રેટ વધુ સારો હશે તે ટીમ ઓસ્ટ્રેલિયા સાથે અંતિમ ચારમાં જગ્યા બનાવશે.
જો ભારત ઓસ્ટ્રેલિયા સામે જીતી જાય તો?
આવી સ્થિતિમાં જો બાંગ્લાદેશ દક્ષિણ આફ્રિકાને હરાવશે, તો ભારત 8 પોઈન્ટ સાથે સીધું ક્વોલિફાય કરી લેશે. જોકે, જો દક્ષિણ આફ્રિકા પણ પોતાની મેચ જીતી જશે, તો ભારત અને સાઉથ આફ્રિકા બંનેના 8-8 પોઈન્ટ થઈ જશે. ત્યારબાદ બીજા સેમિફાઇનલ સ્થાનનો નિર્ણય નેટ રન રેટના આધારે થશે અને જેનો રન રેટ સારો હશે તે આગળ વધશે.
જો મેચ રદ થઈ જાય તો?
જો વરસાદ અથવા અન્ય કોઈ કારણોસર ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ રદ થાય છે, તો ભારતને રેસમાં ટકી રહેવા માટે બાંગ્લાદેશની જીતની જરૂર પડશે. જો સાઉથ આફ્રિકા (પ્રોટિયાઝ) પોતાની મેચ જીતી જશે, તો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા કરતાં પોઈન્ટની બાબતમાં પાછળ રહી જશે અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

