મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહેવા છતાં IPL 2025માં રમી શકે છે આ ખેલાડીઓ, અહીં જાણો કેવી રીતે

સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં 24 અને 25 નવેમ્બરના રોજ IPL 2025 મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું

મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહેવા છતાં IPL 2025માં રમી શકે છે આ ખેલાડીઓ, અહીં જાણો કેવી રીતે

સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં 24 અને 25 નવેમ્બરના રોજ IPL 2025 મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 182 ખેલાડીઓને ખરીદવા માટે 639.15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં 62 વિદેશી ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા અને 8 ખેલાડીઓ પર રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રિષભ પંત, શ્રેયસ અય્યર અને વેંકટેશ ઐયર જેવા ખેલાડીઓ પર IPL મેગા ઓક્શન 2025માં પૈસાનો વરસાદ થયો હતો. બીજી તરફ 395 ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા હતા. તેમાં મોટા ખેલાડીઓના નામ પણ સામેલ છે, જેમાં પૃથ્વી શો, ડેવિડ વોર્નર અને શાર્દુલ ઠાકુર જેવા પ્રખ્યાત ખેલાડીઓ સામેલ છે. પરંતુ શું આ ખેલાડીઓ અનસોલ્ડ રહેવા છતાં પણ IPL 2025માં રમી શકશે? જો હા તો કેવી રીતે?

આ પણ વાંચો: IPL 2025: વેંકટેશ અય્યર-રિંકુ સિંહ નહીં પણ આ ખેલાડી બની શકે છે KKRનો કેપ્ટન

ઈંજરી રિપ્લેસમેન્ટથી તક મળી શકે છે

જે ખેલાડીઓ ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા છે તે IPL 2025માં રમી શકશે. જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે, તો ફ્રેન્ચાઈઝી તે ખેલાડીને અનસોલ્ડ ખેલાડીઓમાંથી એક સાથે બદલી શકે છે. તેને ઈંજરી રિપ્લેસમેન્ટ કહેવામાં આવે છે.

નિયમો શું છે?

ઈંજરી રિપ્લેસમેન્ટનો સૌથી મહત્ત્વનો નિયમ એ છે કે જે ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવે તેની બેઝ પ્રાઈઝ ઈજાગ્રસ્ત ખેલાડીની બેઝ પ્રાઈઝ કરતા ઓછી હોવી જોઈએ. ઉદાહરણ તરીકે, પૃથ્વી શોની બેઝ પ્રાઈઝ 75 લાખ રૂપિયા છે. આવી સ્થિતિમાં ઈજાગ્રસ્ત ખેલાડીની બેઝ પ્રાઈઝ 75 લાખ રૂપિયાથી વધુ હોય ત્યારે જ તેની પસંદગી થઈ શકે છે.

આ 3 સ્ટાર ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા

પૃથ્વી શો

IPL 2025 માટે દિલ્હી કેપિટલ્સ દ્વારા પૃથ્વી શોને રિટેન નહોતો કરવામાં આવ્યો. IPL 2025ની મેગા ઓક્શનમાં પણ કોઈ ટીમે તેને ખરીદ્યો નહોતો. તેની બેઝ પ્રાઈઝ માત્ર 75 લાખ રૂપિયા હતી. પૃથ્વી શો 2018થી 2024 સુધી 79 IPL મેચ રમ્યો છે. તેમાં તેણે 147.5ના સ્ટ્રાઈક રેટથી 1892 રન બનાવ્યા છે. જેમાં 14 અડધી સદી સામેલ છે.

ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નરને પણ IPL 2025 માટે દિલ્હી કેપિટલ્સે રિટેન નહોતો કર્યો. IPL 2025ની મેગા ઓક્શનમાં પણ કોઈ ટીમે તેને ખરીદ્યો નહોતો. તેની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. ડેવિડ વોર્નરે 2009થી 2024 સુધી 184 IPL મેચ રમી છે. તેમાં તેણે 139.8ના સ્ટ્રાઈક રેટથી 6565 રન બનાવ્યા છે. જેમાં 4 સદી અને 62 અડધી સદી સામેલ છે.

શાર્દુલ ઠાકુર

શાર્દુલ ઠાકુરને IPL 2025 માટે ચેન્નાઈ સુપર કિંગ્સે રિટેન નહોતો કર્યો. IPL 2025ની મેગા ઓક્શનમાં પણ કોઈ ટીમે તેને ખરીદ્યો નહોતો. તેની બેઝ પ્રાઈઝ પણ 2 કરોડ રૂપિયા હતી. શાર્દુલ ઠાકુરે 2015થી 2024 સુધી 95 IPL મેચ રમી છે. જેમાં તેણે 9.22ની ઈકોનોમી સાથે 94 વિકેટ લીધી છે.

આ સમાચાર શેર કરો