મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

C.K NAYUDU TROPHY: ભારતના આ ખેલાડીએ ફટકાર્યા રેકોર્ડબ્રેક 426 રન

હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના સિનિયર બેટરો જ્યાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે હરિયાણાના એક જુનિય

C.K NAYUDU TROPHY: ભારતના આ ખેલાડીએ ફટકાર્યા રેકોર્ડબ્રેક 426 રન

હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના સિનિયર બેટરો જ્યાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે હરિયાણાના એક જુનિયર બેટરે ઈતિહાસ રચી દીધો છે. હરિયાણાના બેટર યશવર્ધન દલાલે શનિવારે કર્નલ સીકે ​​નાયડુ ટ્રોફી મેચમાં મુંબઈ સામે 426 રનની શાનદાર અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે જ તેણે ઉત્તર પ્રદેશના સમીર રિઝવીના 312 રનના વ્યક્તિગત સ્કોરને પાછળ છોડી દીધો છે. કર્નલ સીકે ​​નાયડુ ટ્રોફીમાં યશવર્ધન દલાલે મુંબઈ સામે 426 રનની  રેકોર્ડબ્રેક ઇનિંગ રમી હતી. જેમાં તેણે 44 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. 

આ પણ વાંચો: IND vs SA / બીજી T20ના સમયમાં થયો ફેરફાર, આટલા વાગ્યે શરૂ થશે મેચ

 

અર્શ અને યશવર્ધન હરિયાણા માટે ઓપનિંગ કરવા ઉતર્યા હતા. અર્શે 311 બોલનો સામનો કરીને 151 રન બનાવ્યા હતા. અર્શની આ ઇનિંગમાં 18 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. આ દરમિયાન બંને વચ્ચે 410 રનની શાનદાર ભાગીદારી થઈ હતી.

દલાલે બનાવ્યો આ રેકોર્ડ

યશવર્ધન દલાલ કર્નલ સીકે ​​નાયડુ ટ્રોફીના ઈતિહાસમાં એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે ઉત્તર પ્રદેશના સમીર રિઝવીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. જેણે આ ટુર્નામેન્ટની અગાઉની સીઝનમાં 312 રન બનાવ્યા હતા. યશવર્ધન તેના શાનદાર શોટ સિલેક્શન અને બેટિંગમાં પરફેક્શનના કારણે રાતોરાત સ્ટાર બની ગયો છે.

આ સમાચાર શેર કરો