Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : BCCI will appoint new selectors for national cricket team

BCCIમાં મોટો થશે ફેરફાર, ઘણા સિલેક્ટર્સને કાઢવામાં આવશે... નવા લોકોને મળશે તક; બોર્ડે વેકેન્સી બહાર પાડી

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2025
લાઇવ ટીવીGoogle News
BCCIમાં મોટો થશે ફેરફાર, ઘણા સિલેક્ટર્સને કાઢવામાં આવશે... નવા લોકોને મળશે તક; બોર્ડે વેકેન્સી બહાર પાડી
સોર્સ : Google

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સિનિયર મેન્સ, વિમેન્સ અને જુનિયર મેન્સ સિલેકશન કમિટીમાં સિલેક્ટર્સના પદો માટે અરજીઓ મંગાવી છે. કુલ 7 જગ્યાઓ ખાલી છે જેના માટે લાયક ઉમેદવારો અરજી કરી શકશે. આ જગ્યાઓ માટે 10 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજે 5 વાગ્યા સુધી અરજીઓ કરી શકાય છે. શોર્ટલિસ્ટિંગ અને સ્ક્રીનીંગ પછી, ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. અરજી કરવા માટેની લિંક પણ BCCI દ્વારા શેર કરવામાં આવી છે.

App Store

મેન્સ સિલેકશન કમિટી

મેન્સ સિલેકશન કમિટીમાં 2 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ કમિટીમાં સમાવિષ્ટ સભ્યનું કામ ભારતીય મેન્સ ટીમની પસંદગી કરવાનું છે. આ પદ માટે ફક્ત તે ખેલાડીઓ જ અરજી કરી શકે છે, જેમણે 7 ટેસ્ટ મેચ અથવા 30 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હોય. અથવા 10 ODI અને 20 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હોય. ઉપરાંત, ઓછામાં ઓછા 5 વર્ષ પહેલાં નિવૃત્ત થયેલા હોવા જોઈએ અને BCCIની કોઈપણ ક્રિકેટ કમિટીમાં સભ્ય તરીકે 5 વર્ષથી વધુ કાર્યકાળ ન હોવો જોઈએ. હાલમાં, મેન્સની સિલેકશન પેનલમાં ચીફ સિલેક્ટર અજિત અગરકર, શિવસુંદર દાસ, સુબ્રતો બેનર્જી, અજય રાત્રા અને એસ શરતનો સમાવેશ થાય છે. ચીફ સિલેક્ટર અગરકરનો કાર્યકાળ જૂન 2026 સુધી લંબાવવામાં આવ્યો છે.

વિમેન્સ સિલેકશન કમિટી

બીજી બાજુ, બોર્ડ દ્વારા વિમેન્સ સિલેકશન કમિટીમાં 4 પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ સિલેકશન પેનલનું મુખ્ય કામ વિમેન્સ ટીમની પસંદગી કરવાનું છે. આ સાથે, સિલેકશન કમિટીનું કામ કોચ અને સપોર્ટ સ્ટાફની તપાસ કરવાનું, મૂલ્યાંકન રિપોર્ટ તૈયાર કરવાનું અને મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ તૈયાર કરવાનું છે.

આ માટે, ફક્ત તે ખેલાડીઓ જ પોતાનો દાવો રજૂ કરી શકે છે, જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય વિમેન્સ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. ઉપરાંત, તેઓએ ઓછામાં ઓછા 5 વર્ષ પહેલાં નિવૃત્તિ લીધેલી હોવી જોઈએ. આ ઉપરાંત, BCCIની કોઈપણ ક્રિકેટ કમિટીમાં કુલ 5 વર્ષથી વધુ કાર્યકાળ ન હોવો જોઈએ.

જુનિયર મેન્સ સિલેકશન કમિટી 

BCCI દ્વારા જુનિયર મેન્સ ક્રિકેટ કમિટીમાં પણ 1 પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જુનિયર ક્રિકેટ કમિટીનો એક સભ્ય અંડર-22 લેવલ સુધીની ટીમોની પસંદગી કરશે. તેના સભ્યોનું કામ જુનિયર ટુર્નામેન્ટનું આયોજન કરવું, કેપ્ટન અને સપોર્ટ સ્ટાફની નિમણૂક કરવી અને યુવા ખેલાડીઓમાં નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનું છે.

જુનિયર મેન્સ ક્રિકેટર કમિટીમાં સિલેક્ટરના પદ માટે ફક્ત તે ખેલાડીઓ જ અરજી કરી શકશે જેમણે ઓછામાં ઓછી 25 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હોય. ઉપરાંત, તેઓએ ઓછામાં ઓછા 5 વર્ષ પહેલાં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોવી જોઈએ. આ ઉપરાંત, તેઓ 5 વર્ષથી વધુ સમયથી BCCIની કોઈપણ ક્રિકેટ કમિટીના સભ્ય ન હોવા જોઈએ.