Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : South Africa player Matthew Breetzke create history in 2nd ODI against Australia

AUS vs SA / મેથ્યુ બ્રીટ્ઝકે એ ODIમાં રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2025
લાઇવ ટીવીGoogle News
AUS vs SA / મેથ્યુ બ્રીટ્ઝકે એ ODIમાં રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો
સોર્સ : ESPNcricinfo

સાઉથ આફ્રિકાની ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે જ્યાં બંને ટીમો વચ્ચે 3 મેચની ODI સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પહેલી મેચ જીતીને, સાઉથ આફ્રિકાની ટીમ 1-0થી આગળ છે. પ્રથમ મેચમાં શાનદાર અડધી સદી રમનાર સાઉથ આફ્રિકાના મેથ્યુ બ્રીટ્ઝકે એ બીજી મેચમાં પણ 88 રન બનાવીને ઈતિહાસ રચ્યો. હવે તે ODI ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.

App Store

મેથ્યુ બ્રીટ્ઝકે એ ઈતિહાસ રચ્યો

બીજી ODI મેચમાં, સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચમાં, ફરી એકવાર મેથ્યુ બ્રીટ્ઝકે એ શાનદાર બેટિંગ કરી. આ મેચમાં, મેથ્યુ બ્રીટ્ઝકેના બેટમાંથી 88 રન આવ્યા. જેમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. હવે મેથ્યુ બ્રીટ્ઝકે ODI ક્રિકેટમાં ડેબ્યુ પછીની સતત ચાર ઈનિંગ્સમાં 50+ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.

ફેબ્રુઆરી 2025માં ડેબ્યુ કર્યું

મેથ્યુ બ્રીટ્ઝકે એ આ વર્ષે ફેબ્રુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે ડેબ્યુ કર્યું હતું. તેણે પાકિસ્તાનમાં ડેબ્યુ કર્યું હતું. તેની ડેબ્યુ મેચમાં મેથ્યુ બ્રીટ્ઝકે એ 150 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. આ પછી, તેણે તેની બીજી મેચ પાકિસ્તાન સામે રમી હતી, જેમાં તેણે 83 રનની ઈનિંગ રમી હતી.

તેણે પોતાની કારકિર્દીની ત્રીજી અને ઓસ્ટ્રેલિયા સામે ODI સિરીઝની પેહલી મેચ રમી હતી, જેમાં તેના બેટમાંથી 57 રન આવ્યા હતા, જ્યારે હવે તેની કારકિર્દીની ચોથી ODI મેચમાં, તેણે ઓસ્ટ્રેલિયા સામે 88 રનની ઈનિંગ રમી હતી.