સદી ફટકારી ટીમને સૌથી વધુ જીત અપાવનારા ટોચના 5 બેટ્સમેન, 3 છે ભારતીય ખેલાડી

ઈન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં 9 એવા ખેલાડીઓ છે જેમણે પોતાની કારકિર્દીમાં 5

સદી ફટકારી ટીમને સૌથી વધુ જીત અપાવનારા ટોચના 5 બેટ્સમેન, 3 છે ભારતીય ખેલાડી

ઈન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં 9 એવા ખેલાડીઓ છે જેમણે પોતાની કારકિર્દીમાં 50 થી વધુ સદી ફટકારી છે, પરંતુ દુનિયામાં ફક્ત ત્રણ જ ખેલાડીઓ છે જેમણે ટીમની જીતમાં 50થી વધુ સદી ફટકારી છે. હા, આશ્ચર્યજનક વાત એ છે કે આ ખેલાડીઓમાંથી બે ભારતીય છે. અહીં જાણો સૌથી વધું સદી ફટકારનાર ખેલાડી વિશે...

વિરાટ કોહલી નંબર-1

રન મશીન વિરાટ કોહલી આ યાદીમાં ટોચ પર છે. ઈન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં બીજા ક્રમે સૌથી વધુ સદી ફટકારનાર કોહલીના નામે 82 સદી છે, જેમાંથી 58 ટીમ ઈન્ડિયાની જીતમાં આવી છે. ટીમની જીતમાં તેમનાથી વધુ સદી કોઈએ ફટકારી નથી.

જાહેરાત

રિકી પોન્ટિંગ બીજા નંબરે

આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ સચિન તેંડુલકરથી આગળ છે. પોન્ટિંગે પોતાની ઈન્ટરનેશનલ કારકિર્દીમાં કુલ 71 સદી ફટકારી હતી, જેમાંથી 55 સદી ટીમની જીતમાં પરિણમી હતી.

સચિન તેંડુલકર ત્રીજા નંબરે 

ઈન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં સદીઓની સદી ફટકારનાર સચિન તેંડુલકર કમનસીબે આ યાદીમાં ત્રીજા સ્થાને છે. સચિનની 100 સદીઓમાંથી ફક્ત 53 સદીઓ જ ટીમની જીતમાં પરિણમી હતી, જ્યારે સચિનની સદીઓ 47 વખત વેડફાઈ ગઈ હતી.

રોહિત શર્મા નંબર-4 પર

ભારતની જીતમાં 40 સદીનું યોગદાન આપનાર હિટમેન રોહિત શર્મા આ યાદીમાં ચોથા સ્થાને છે. રોહિતના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 49 સદી છે, જેમાંથી 40 ટીમની જીતમાં આવી છે. આ આંકડો ખૂબ જ આશ્ચર્યજનક છે.

હાશિમ અમલા પાંચમાં નંબરે

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ઓપનર હાશિમ અમલાનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. અમલાએ તેના ઈન્ટરનેશનલ કારકિર્દીમાં કુલ 55 સદી ફટકારી હતી, જેમાંથી 40 ટીમની જીતમાં આવી હતી. તે સાઉથ આફ્રિકા માટે મેચ વિનર રહ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત