મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

BCCIએ પાકિસ્તાનના 'હાઈબ્રિડ મોડલ'ને મારી લાત, ચેમ્પિયન્સ ટ્રોફી અંગે બોર્ડ વચ્ચે ખેંચતાણ યથાવત

ICC, BCCI અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લઈને લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. ભારતે પાક

BCCIએ પાકિસ્તાનના 'હાઈબ્રિડ મોડલ'ને મારી લાત, ચેમ્પિયન્સ ટ્રોફી અંગે બોર્ડ વચ્ચે ખેંચતાણ યથાવત

ICC, BCCI અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લઈને લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. ભારતે પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે ટૂર્નામેન્ટને હાઇબ્રિડ મોડલ પર આયોજિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : ભારતીય મૂળના આ બાળકનો IQ આલ્બર્ટ આઈન્સ્ટાઈન કરતા પણ વધું

પરંતુ પાકિસ્તાન આ માટે તૈયાર નથી અને પાર્ટનરશિપ મોડલ પર ટુર્નામેન્ટ રમવા માટે રાજી થઈ ગયું છે, જેમાં શરત રાખવામાં આવી છે કે પાકિસ્તાની ટીમ આઈસીસી ઈવેન્ટની કોઈપણ મેચ રમવા માટે ભારત નહીં જાય અને તે જ પ્રકારે ભારતીય ટીમ પણ પાકિસ્તાન નહીં જાય. જો કે ભારતીય ક્રિકેટ બોર્ડે આ મોડલનો વિરોધ કર્યો છે.

આ ટુર્નામેન્ટ ફેબ્રુઆરી-માર્ચમાં યોજાવાની છે અને ભારતે સુરક્ષાની ચિંતાઓને કારણે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ માટે તૈયાર નથી, જેના કારણે તે ભાગીદારી મોડલ લઈને આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન આઈસીસી ટૂર્નામેન્ટ રમવા ભારત નહીં જાય અને ભારત પાકિસ્તાનમાં નહીં રમે. રિપોર્ટ અનુસાર, ભારતીય બોર્ડે પાકિસ્તાનના ભાગીદારી મોડલને નકારી કાઢ્યું છે.

આ પણ વાંચો : 'કાશ પુરુષોને પણ પીરિયડ્સ આવે', જાણો સુપ્રીમ કોર્ટે કેમ આવું કહ્યું

ટેલિગ્રાફના રિપોર્ટ અનુસાર, BCCIનું માનવું છે કે ભારતમાં સુરક્ષાને કોઈ ખતરો નથી, તેથી આવા મોડલને સ્વીકારવાનો કોઈ પ્રશ્ન જ નથી. ભારતે 2031 સુધીમાં ત્રણ ICC પુરુષોની ટૂર્નામેન્ટની યજમાની કરવાની છે, જેમાં શ્રીલંકા સાથે 2026માં T20 વર્લ્ડ કપ તેમજ 2029માં ચેમ્પિયન્સ ટ્રોફી અને બાંગ્લાદેશ સાથે 2031માં ODI વર્લ્ડ કપની ટુર્નામેન્ટનો સમાવેશ થાય છે. 

આ સમાચાર શેર કરો