'બેબી એબી'ના નામથી જાણીતા બેટ્સમેને ટી-20માં ઓસ્ટ્રેલિયા સામે ફટકારી ઝડપી સદી, બનાવ્યા અનેક રેકોર્ડ્સ

યુવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસની શાનદાર સદીની મદદથી દક્ષિણ આફ્રિકાએ ડાર્વિનના મારારા સ્ટેડિયમમાં 3 મેચની ટી-20 સિરીઝ બરાબર કરતા બીજી મેચ જીતી લીધી હતી. બ્રેવિસે માત્ર 56 બોલમાં 125 રનની આક્રમક રમત રમી મેચનું પરિણામ પલટી નાખ્યું હતું. આ સાથે જ આ મેચમાં કેટલાક રેકોર્ડ્સ બન્યા હતા.
ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકન દ્વારા સૌથી ઝડપી સદી
35 બોલ- ડેવિડ મિલ્લર Vs બાંગ્લાદેશ, 2017
41 બોલ- ડેવાલ્ડ બ્રેવિસ Vs ઓસ્ટ્રેલિયા, 2025
43 બોલ- ક્વિન્ટન ડી કોક Vs વેસ્ટ ઇન્ડિઝ, 2023
ઓસ્ટ્રેલિયામાં T20 આંતરરાષ્ટ્રીય મેચમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર
125*- ડેવાલ્ડ બ્રેવિસ Vs ઓસ્ટ્રેલિયા, ડાર્વિન-2025
124* શેન વોટસન Vs ભારત, સિડની-2016
120* ગ્લેન મેક્સવેલ Vs વેસ્ટ ઇન્ડિઝ, એડિલેડ-2024
ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર (દક્ષિણ આફ્રિકા)
120* ડેવાલ્ડ બ્રેવિસ Vs ઓસ્ટ્રેલિયા, ડાર્વિન-2025
119 ફાફ ડુ પ્લેસિસ Vs વેસ્ટ ઇન્ડિઝ, જ્હોનિસબર્ગ-2015
117* રિચર્ડ લેવી Vs ન્યૂઝીલેન્ડ, હેમિલ્ટન-2012
117 રીઝા હેન્ડ્રિક્સ Vs પાકિસ્તાન, સેન્ચુરિયન-2024
114* મોર્ન વેન વિક Vs વેસ્ટ ઇન્ડિઝ, ડરબન-2015
ટી-20માં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરના આફ્રિકન ખેલાડી
22 વર્ષ 105 દિવસ- ડેવાલ્ડ બ્રેવિસ
24 વર્ષ 36 દિવસ- રિચર્ડ લેવી
28 વર્ષ 141 દિવસ- ડેવિડ મિલર
ઘર આંગણે ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી હાર
2022માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સિડનીમાં 89 રનથી હાર્યા
2025માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ડાર્વિનમાં 53 રને હાર્યા
2016માં ભારત વિરૂદ્ધ એડિલેડમાં 37 રને હાર્યું
2024માં વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ પર્થમાં 37 રને હાર્યું

