મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

બાંગ્લાદેશે પાકિસ્તાનને ઘર આંગણે હરાવી સૂપડા કર્યા સાફ, વ્હાઇટ વોશ કરી રચ્યો ઇતિહાસ

બાંગ્લાદેશે મંગળવારે ઈતિહાસ રચતા પાકિસ્તાનને તેના ઘરઆંગણે બીજી ટેસ્ટ મેચમાં 6 વિકેટે હરાવ્યું. બા

બાંગ્લાદેશે પાકિસ્તાનને ઘર આંગણે હરાવી સૂપડા કર્યા સાફ, વ્હાઇટ વોશ કરી રચ્યો ઇતિહાસ

બાંગ્લાદેશે મંગળવારે ઈતિહાસ રચતા પાકિસ્તાનને તેના ઘરઆંગણે બીજી ટેસ્ટ મેચમાં 6 વિકેટે હરાવ્યું. બાંગ્લાદેશ સામે પહેલીવાર પાકિસ્તાનનો 'વ્હાઈટવોશ' થયો છે. બાંગ્લાદેશે 3 સપ્ટેમ્બરે મેચના છેલ્લા અને પાંચમા દિવસે પાકિસ્તાનને હરાવીને શ્રેણી 2-0થી કબજે કરી હતી. બાંગ્લાદેશી ટીમે પ્રથમ વખત પાકિસ્તાન સામે ટેસ્ટ શ્રેણીમાં જીત નોંધાવી છે. 

બાંગ્લાદેશે સતત બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે બાંગ્લાદેશે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનનો સફાયો કરી દીધો હતો. બાંગ્લાદેશે પ્રથમ ટેસ્ટ 10 વિકેટે જીતી હતી. બંને મેચ રાવલપિંડીમાં રમાઈ હતી. પ્રથમ ટેસ્ટમાં હાર બાદ પાકિસ્તાન ટીમની ઘણી ટીકા થઈ હતી.

રાવલપિંડીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાને તેના પ્રથમ દાવમાં 274 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશનો પ્રથમ દાવ 262 રને સમાપ્ત થયો હતો. આ રીતે પાકિસ્તાને પ્રથમ દાવના આધારે બીજી ઈનિંગમાં 12 રનની લીડ મેળવી લીધી હતી. પાકિસ્તાને તેના બીજા દાવમાં 172 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના વાઇસ કેપ્ટન સેમ અયુબે 58 રન બનાવ્યા હતા. જ્યારે બાંગ્લાદેશ તરફથી મેહદી હસન મિરાજે 61 રનમાં 5 વિકેટ લીધી હતી.

બીજા દાવમાં બાંગ્લાદેશને 185 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બાંગ્લાદેશે ચાર વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.મેચના પાંચમા દિવસે મુશ્ફિકુર રહીમ (22) અને શાકિબ અલ હસન (21) અણનમ પરત ફર્યા અને પોતાની ટીમને જીત તરફ દોરી ગયા. બાંગ્લાદેશ તરફથી બીજી ઈનિંગમાં ઝાકિર હસને સૌથી વધુ 40 રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશે  લિટન દાસના 138 રનની મદદથી પ્રથમ દાવમાં 262 રન નોંધાવ્યા હતા. જ્યારે ખુર્રમ શહઝાદે 90 રનમાં 6 વિકેટ લીધી હતી. પાકિસ્તાનનો બીજો દાવ માત્ર 172 રનમાં સમેટાઈ ગયો. હસન મહમૂદે 5 અને નાહીદ રાણાએ 4 વિકેટ ઝડપી હતી.

બાંગ્લાદેશે પ્રથમ ટેસ્ટ 10 વિકેટે જીતી હતી

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રાવલપિંડીમાં રમાઈ હતી. આ મેચમાં બાંગ્લાદેશે યજમાન ટીમને 10 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં પાકિસ્તાનની ટીમે 448/6 પર પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 565 રન બનાવ્યા હતા. આ પછી પાકિસ્તાની ટીમ પ્રથમ દાવમાં 146 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી બાંગ્લાદેશે 30 રન બનાવ્યા અને 10 વિકેટે જીત મેળવી.

આ સમાચાર શેર કરો