Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Axar Patel may lose captaincy in IPL 2026

IPL 2026માં અક્ષર પટેલ પાસેથી છીનવાઈ શકે છે કપ્તાની, નવા કેપ્ટનની રેસમાં આગળ છે આ નામ

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2025
લાઇવ ટીવીGoogle News
IPL 2026માં અક્ષર પટેલ પાસેથી છીનવાઈ શકે છે કપ્તાની, નવા કેપ્ટનની રેસમાં આગળ છે આ નામ
સોર્સ : Google

હાલમાં એશિયા કપ 2025ને લઈને ઘણો ઉત્સાહ છે. 9 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થઈ રહેલી આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. આમાં ટીમ ઈન્ડિયા પણ સામેલ છે, જેની સ્કવોડની જાહેરાત પણ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયામાં સામેલ સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ વિશે મોટા સમાચાર આવ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી કેપિટલ્સ તેને IPL 2026માં કેપ્ટનશિપના બોજમાંથી મુક્ત કરી શકે છે. અક્ષર ખેલાડી તરીકે રમતો જોવા મળશે. એક અહેવાલ મુજબ આગામી સિઝનમાં દિલ્હી કેપિટલ્સને નવો કેપ્ટન મળવાની પૂરી શક્યતા છે. અક્ષર પટેલ ખેલાડી તરીકે ટીમમાં હશે, પરંતુ કેપ્ટનશિપ નહીં કરે.

App Store

દિલ્હી કેપિટલ્સે IPL 2025માં મજબૂત શરૂઆત કરી હતી, તેણે પ્રથમ 8માંથી 6 મેચ જીતી હતી. એટલે કે પહેલો હાફ સારો રહ્યો, પણ બીજા હાફમાં ટીમ ટ્રેક પરથી ઉતરી ગઈ. હારનો એટલો સિલસિલો શરૂ થયો કે અંતે આ ટીમ પ્લેઓફમાં પણ ન પહોંચી શકી. દિલ્હી 14માંથી 7 મેચ જીતી, જ્યારે 6માં હારનો સામનો કરવો પડ્યો. જ્યારે વરસાદને કારણે એક મેચ નહતી રમાઈ શકી. ટીમ પોઈન્ટ ટેબલમાં 5મા ક્રમે રહી.

અક્ષર પટેલનું પ્રદર્શન કેવું રહ્યું?

જો અક્ષર પટેલના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે IPL 2025માં 12 મેચોમાંથી 11 ઈનિંગ્સમાં ફક્ત 263 રન બનાવ્યા હતા. તેણે એક પણ ફિફ્ટી નહતી ફટકારી. જ્યારે બોલીંગમાં તે 12 મેચોની 11 ઈનિંગ્સમાં ફક્ત 5 વિકેટ લઈ શક્યો હતો. ગઈ સિઝનમાં તે આંગળીની ઈજાથી પરેશાન હતો.

દિલ્હી કેપિટલ્સનો નવો કેપ્ટન કોણ બનશે?

હવે પ્રશ્ન એ છે કે આગામી સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન કોણ બનશે? આ રેસમાં 3 નામ છે. પહેલું નામ એ જ ખેલાડીનું છે જે IPL 2025માં પણ ટીમ મેનેજમેન્ટની કેપ્ટનશિપ માટે પહેલી પસંદગી હતો, પરંતુ તેણે કેપ્ટનશિપ લેવાનો ઈનકાર કર્યો હતો. આગામી સિઝનમાં કેએલ રાહુલને કેપ્ટન તરીકે પસંદ કરી શકાય છે. તેના સિવાય, ફાફ ડુ પ્લેસિસ અને ટ્રિસ્ટન સ્ટબ્સના નામ પણ રેસમાં સામેલ છે. મેગા ઓક્શનમાં દિલ્હીએ કેએલ રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

કેએલ રાહુલનો કેપ્ટનશિપ રેકોર્ડ કેવો છે?

કેએલ રાહુલ કેપ્ટનશિપ માટે મોટો દાવેદાર છે. તેની પાસે અનુભવ છે. તેણે આ લીગમાં પંજાબ કિંગ્સ અને પછી લખનૌ સુપર જાયન્ટ્સ જેવી ટીમોનું નેતૃત્વ કર્યું છે. તેણે 64 મેચમાં આ બંને ટીમોનું નેતૃત્વ કર્યું હતું, જેમાંથી 31 મેચ જીતી હતી અને એટલી જ સંખ્યામાં હાર મળી હતી. રાહુલે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ પણ કર્યું છે.