મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS / ઓસ્ટ્રેલિયાએ જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરશે ભારત; પ્લેઈંગ ઈલેવનમાં થયો ફેરફાર

ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. બંને ટીમો હાલમાં T20 સિરીઝ રમી રહી છે. સિરીઝની ચો

IND vs AUS / ઓસ્ટ્રેલિયાએ જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરશે ભારત; પ્લેઈંગ ઈલેવનમાં થયો ફેરફાર

ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. બંને ટીમો હાલમાં T20 સિરીઝ રમી રહી છે. સિરીઝની ચોથી મેચ 6 નવેમ્બરે ક્વીન્સલેન્ડના કેરારા ઓવલ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 5 મેચની સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે. નોંધનીય છે કે સિરીઝની પહેલી મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. બંને ટીમો આજની મેચ જીતીને સિરીઝમાં લીડ મેળવવા માંગશે. 

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો ભારતે તેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નથી કર્યો, જ્યારે ઓસ્ટ્રેલિયાએ 4 ફેરફાર કર્યા છે, કારણ કે ટીમે ચોથી મેચ પહેલા જ કેટલાક ખેલાડીઓને સ્કવોડમાંથી રિલીઝ કર્યા હતા.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત: શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.

ઓસ્ટ્રેલિયા: મિચેલ માર્શ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, જોશ ઈંગ્લિસ, ટિમ ડેવિડ, જોશ ફિલિપ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેકસવેલ, બેન દ્વારશિયસ, એડમ ઝામ્પા, નાથન એલિસ અને ઝેવિયર બાર્ટલેટ.

આ સમાચાર શેર કરો