Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Australia makes big changes in ODI and T20 squads

IND vs AUS / ઓસ્ટ્રેલિયાએ ODI અને T20 ટીમમાં અચાનક કર્યા મોટા ફેરફારો, ગ્લેન મેકસવેલની થઈ વાપસી

Timeછેલ્લું અપડેટ : 24 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs AUS / ઓસ્ટ્રેલિયાએ ODI અને T20 ટીમમાં અચાનક કર્યા મોટા ફેરફારો, ગ્લેન મેકસવેલની થઈ વાપસી
સોર્સ : GSTV

બીજી ODI જીત્યા પછી ત્રણ મેચની સિરીઝમાં 2-0થી અજેય લીડ મેળવનાર ઓસ્ટ્રેલિયન ટીમમાં અચાનક ઘણા ફેરફારો થયા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે ODI અને T20 સિરીઝ માટે ટીમમાં ઘણા ફેરફારો કર્યા છે, અને આ સાથે ગ્લેન મેક્સવેલે ટીમમાં વાપસી કરી છે. ભારત સામેની પાંચ મેચની T20 સિરીઝ માટે તેની પસંદગી કરવામાં આવી છે.

App Store

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પહેલાથી જ બંને ટીમોની જાહેરાત કરી દીધી હતી. જોકે, હવે તેણે બંને ટીમમાં ફેરફાર કર્યા છે. ત્રીજી ODI શનિવારે સિડનીમાં રમાશે, જ્યારે T20 સિરીઝ બુધવાર, 29 ઓક્ટોબરથી શરૂ થશે.

T20 ટીમમાં ફેરફાર

મેક્સવેલ ન્યુઝીલેન્ડ સામે T20 સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. કાંડાની ઈજા બાદ તે ક્રિકેટથી દૂર હતો. તે હવે સ્વસ્થ થઈ રહ્યો છે અને પરત ફરવા માટે તૈયાર છે. તે પ્રથમ બે T20 પછી ટીમમાં જોડાશે. દરમિયાન, જોશ હેઝલવુડ અને સીન એબોટને એશિઝ સિરીઝની તૈયારી માટે ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યા છે. હેઝલવુડ પહેલી બે T20 મેચ પછી અને એબોટ ત્રણ T20 મેચ પાછી શેફિલ્ડ શીલ્ડમાં રમશે.

બેન ડ્વારસુઇસ ચોથી અને પાંચમી T20 મેચ માટે ઉપલબ્ધ રહેશે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર માહલી બીયર્ડમેનને પણ T20 સિરીઝ માટે બોલાવવામાં આવ્યો છે. તે ત્રીજી મેચથી ટીમમાં જોડાશે. જોશ ફિલિપને આખી T20I સિરીઝ માટે બોલાવવામાં આવ્યો છે.

ODI ટીમમાં ફેરફાર

ઓસ્ટ્રેલિયાએ પણ ODI ટીમમાં ફેરફાર કર્યા છે. મેથ્યુ કુહનેમન, જે પર્થ ODIમાં ટીમની પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો, તેને ત્રીજી ODI માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે બીજી ODI માટે એડિલેડ નહતો ગયો. તે એડમ ઝામ્પાની જગ્યા લેશે. કેમેરોન ગ્રીનની જગ્યાએ આવેલા માર્નસ લાબુશેનને પણ ત્રીજી ODI પહેલા રિલીઝ કરવામાં આવ્યો છે. તે પહેલી બે મેચમાં ટીમનો ભાગ નહતો.