Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : This happened for the first time in international cricket with Virat Kohli

IND vs AUS / જે મેદાન પર હીરો હતો, ત્યાં જ મળ્યો ઝીરો; વિરાટ કોહલી સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલીવાર થયું આવું

Timeછેલ્લું અપડેટ : 23 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs AUS / જે મેદાન પર હીરો હતો, ત્યાં જ મળ્યો ઝીરો; વિરાટ કોહલી સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલીવાર થયું આવું
સોર્સ : ESPNcricinfo

પર્થથી એડિલેડ સુધી વિરાટ કોહલી માટે કંઈ નથી બદલાયું. લોકોએ પર્થમાં મળેલી નિષ્ફળતાને પચાવી લીધી હતી. પણ એડિલેડનું શું? વિરાટ આ મેદાનનો હીરો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની બીજી ODIમાં હીરોને શું મળ્યું? ઝીરો. એડિલેડમાં રમાયેલી ઈન્ટરનેશનલ મેચમાં વિરાટ કોહલી ઝીરો પર આઉટ થયો હોય તેવું આ પહેલીવાર બન્યું છે.

App Store

પર્થથી એડિલેડ સુધી વિરાટ ઝીરો પર આઉટ થયો

એડિલેડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ODIમાં વિરાટ કોહલીએ ચાર બોલનો સામનો કર્યો અને ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયો. ઝેવિયર બાર્ટલેટે વિરાટ કોહલીને LBW હતો. અગાઉ, પર્થમાં રમાયેલી સિરીઝની પહેલી ODIમાં, વિરાટ કોહલી 8 બોલનો સામનો કરીને ઝીરો પર આઉટ થયો હતો.

આવું પહેલીવાર બન્યું

વિરાટ કોહલીને ઓસ્ટ્રેલિયાના મેદાનો પસંદ આવે છે. ફોર્મેટ ગમે તે હોય, ઓસ્ટ્રેલિયાના મેદાનો પર તેના બેટમાંથી હંમેશા રન આવ્યા છે. એડિલેડમાં તેના બેટમાંથી રન પાણીની જેમ વહેતા રહ્યા છે. એડિલેડમાં રમેલી 13 ઈન્ટરનેશનલ મેચોમાં, વિરાટ કોહલીએ 60.93ની એવરેજથી 975 રન બનાવ્યા છે, જેમાં 5 સદીનો પણ સમાવેશ થાય છે. આમાંથી, એડિલેડમાં રમાયેલી 4 ODI મેચોમાં 61ની એવરેજ અને 2 સદીની સાથે 244 રન આવ્યા છે.

ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ વિરાટ એડિલેડમાં રમ્યો છે, ત્યારે તેનું બેટ હંમેશા ચાલ્યું છે. જોકે, વર્તમાન સિરીઝમાં આ પહેલીવાર છે જ્યારે તે એડિલેડમાં રમાયેલી ઈન્ટરનેશનલ મેચમાં ઝીરો પર આઉટ થયો છે.

23 ઓક્ટોબરે પહેલી નિષ્ફળતા

વિરાટ કોહલી માત્ર એડિલેડમાં જ નહીં, ઝીરો પર આઉટ થઈને પહેલી વખત 23 ઓક્ટોબરના રમાયેલી મેચમાં નિષ્ફળ ગયો છે. આ પહેલા, 23 ઓક્ટોબરે રમાયેલી 4 મેચોમાં, વિરાટે 2 અડધી સદી અને એક સદી ફટકારી હતી. જ્યારે તેણે એક મેચમાં બેટિંગ નહતી કરી.

વિરાટના પ્રદર્શન પર પ્રશ્નો ઉભા થયા

ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝની પ્રથમ બે મેચમાં ઝીરો રન પર આઉટ થવાથી વિરાટ કોહલીની કારકિર્દી પર પ્રશ્નો ઉભા થયા છે. તે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. આ વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે ODIમાંથી નિવૃત્તિ લેવાની અટકળો પણ શરૂ થઈ ગઈ છે. એવા અહેવાલો આવ્યા છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ તેના માટે ફેરવેલ સિરીઝ હોઈ શકે છે. જ્યારે હજુ સુધી આ બાબતોની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ, તો પણ વિરાટે પ્રથમ બે ODIમાં બેટ સાથે જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે તે ચોક્કસપણે તેની નિવૃત્તિ પર પ્રશ્નો ઉભા કરશે.