Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Australia beat India by 2 wickets in the second ODI match

રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને બીજી વન ડેમાં હરાવ્યું, ODI સિરીઝ પર કબ્જો

Timeછેલ્લું અપડેટ : 23 Oct 2025
લાઇવ ટીવીGoogle News
રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને બીજી વન ડેમાં હરાવ્યું, ODI સિરીઝ પર કબ્જો
સોર્સ : BCCI

ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં રમાયેલી બીજી વન ડે મેચમાં રોમાંચક મેચમાં ભારતને 2 વિકેટે હરાવ્યું છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની ODI સિરીઝ પર કબ્જો કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ પર્થમાં રમાયેલી પ્રથમ વન ડેમાં પણ ભારતને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 265 રનનો પડકાર મળ્યો હતો જેને ઓસ્ટ્રેલિયાએ 46.2 ઓવરમાં મેળવી લીધો હતો. હવે સિરીઝની ત્રીજી અને અંતિમ વન ડે મેચ 25 ઓક્ટોબરે સિડનીમાં રમાશે.

App Store

મેથ્યુ શોર્ટ-કોનોલીની શાનદાર ઇનિંગ

ઓસ્ટ્રેલિયા તરફથી મેથ્યુ શોર્ટ અને કૂપર કોનોલીએ સારી ઇનિંગ રમતા અડધી સદી ફટકારી હતી. મેથ્યુ શોર્ટે 78 બોલમાં 4 ફોર અને 2 સિક્સરની મદદથી 74 રન બનાવ્યા હતા જ્યારે કૂપર કોનોલીએ 53 બોલમાં 5 ફોર અને 1 સિક્સરની મદદથી અણનમ 61 રન બનાવ્યા હતા. આ સિવાય ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ ઓન 36, મેટ રેનશો 30, ટ્રેવિસ હેડે 28 રન બનાવ્યા હતા.

ભારત તરફથી અર્શદીપસિંહ- હર્ષિત રાણા અને વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ 2-2 વિકેટ ઝડપી હતી જ્યારે અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજને 1-1 સફળતા મળી હતી.

રોહિત શર્મા-શ્રેયસ અય્યરની ઇનિંગ પર પાણી ફરી વળ્યું

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતીય કેપ્ટન શુભમન ગિલ 9 રન બનાવીને બાર્ટલેટનો શિકાર બન્યો હતો. આ ઓવરમાં જ વિરાટ કોહલી 0 રને ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો.  તે બાદ રોહિત શર્મા અને શ્રેયસ અય્યરે ભારતીય ટીમના સ્કોરને આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો.

રોહિત શર્માએ ભારત તરફથી સૌથી વધુ 73 રન બનાવ્યા હતા. આ દરમિયાન હિટમેને 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. શ્રેયસ અય્યરે 77 બોલમાં 7 ફોરની મદદથી 61 રન બનાવ્યા હતા. આ સિવાય અક્ષર પટેલે 44 રનની ઇનિંગ રમી હતી.