Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Asia Cup 2025: India wins the toss and puts Pakistan in to bat in the Super 4 of Asia Cup, 2 changes in Pakistan's team

Asia Cup 2025: એશિયા કપની સુપર-4માં ભારતે ટોસ જીતી પાકિસ્તાનને બેટિંગ આપી, પાકિસ્તાનની ટીમમાં 2 ફેરફાર

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Asia Cup 2025: એશિયા કપની સુપર-4માં ભારતે ટોસ જીતી પાકિસ્તાનને બેટિંગ આપી, પાકિસ્તાનની ટીમમાં 2 ફેરફાર
સોર્સ : GOOGLE

Asia Cup 2025: એશિયા કપ 2025ના સુપર ફોર રાઉન્ડમાં આજે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને પાકિસ્તાનને બેટિંગ આપી છે. 2025 એશિયા કપના સુપર ફોર રાઉન્ડમાં બંને ટીમો ટકરાશે. ટીમ ઈન્ડિયાએ લીગ સ્ટેજમાં પાકિસ્તાનને શાનદાર હરાવ્યું હતું. હવે, પાકિસ્તાન બદલો લેવાનું લક્ષ્ય રાખશે. પરંતુ ટીમ ઈન્ડિયા આ મેચમાં પણ ફેવરિટ છે. ભારત આ મેચમાં તેની મુખ્ય ટીમને મેદાનમાં ઉતારશે. ટીમ ઈન્ડિયાએ ઓમાન સામેની છેલ્લી લીગ સ્ટેજ મેચમાં ઘણા ફેરફારો કર્યા હતા.

App Store

ભારતે જીત્યો ટોસ
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનની ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરશે. ટીમ ઈન્ડિયામાં જસપ્રીત બુમરાહ અને વરૂણ ચક્રવર્તીની વાપસી થઈ છે. ત્યારે પાકિસ્તાને પણ ટીમમાં 2 ફેરફાર કર્યા છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન
શુભમન ગિલ, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ.

પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન
સાહિબઝાદા ફરહાન, સૈમ અયુબ, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), ફખર ઝમાન, હુસૈન તલટ, સલમાન અલી આગા (કેપ્ટન), મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, અબરાર અહેમદ, હારિસ રઉફ અને શાહીન શાહ આફ્રિદી.

ભારત-પાકિસ્તાન મેચ મફતમાં કેવી રીતે જોવી?
એશિયા કપ 2025 માટે બ્રોડકાસ્ટ પાર્ટનર સોની સ્પોર્ટ્સ નેટવર્ક છે. તમે સોની સ્પોર્ટ્સ 1, સોની સ્પોર્ટ્સ 3 (હિન્દી), સોની સ્પોર્ટ્સ 4 અને સોની સ્પોર્ટ્સ 5 પર ટીવી પર મેચ લાઇવ જોઈ શકો છો. મોબાઇલ દર્શકો સોની લિવ એપ પર મેચનો આનંદ માણી શકે છે. જો કે, આ બંને મફત નથી. તમે DD ફ્રી ડિશ પર ભારત-પાકિસ્તાન મેચ મફતમાં જોઈ શકો છો. CRICFy ટીવી એપ પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે. આ એપ એશિયા કપ 2025 મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ કરી રહી છે અને તેને સબ્સ્ક્રિપ્શનની જરૂર નથી. જો કે, પહેલા તમારે આ એપની સંપૂર્ણ તપાસ કરી લેવી.