Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Asia Cup 2025 dates announced 9 to 28 September held in Dubai

Asia Cup 2025ની તારીખ જાહેર, 14 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ; જાણો ક્યા રમાશે ટૂર્નામેન્ટ

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Asia Cup 2025ની તારીખ જાહેર, 14 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ; જાણો ક્યા રમાશે ટૂર્નામેન્ટ
સોર્સ : Google

એશિયા કપ 2025નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 9 સપ્ટેમ્બરથી લઇને 28 સપ્ટેમ્બર સુધી UAEમાં ટૂર્નામેન્ટ રમાશે. ભારત-પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરે મેચ રમાશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આ ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે, જે ICC T20 વર્લ્ડકપ 2026ની તૈયારીઓ હેઠળ કરવામાં આવ્યું છે. 

App Store

એશિયા કપ 2025માં આ 8 ટીમ ભાગ લેશે

ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન,શ્રીલંકા, યુએઇ, ઓમાન, હોંગકોંગ

9 સપ્ટેમ્બરથી ટૂર્નામેન્ટનો પ્રારંભ

આ ટૂર્નામેન્ટની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થશે. પ્રથમ મેચ અફઘાનિસ્તાન અને હોન્ગકોન્ગ વચ્ચે રમાશે. ભારત પોતાની પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરે યુએઇ સામે રમશે.ભારત બીજી મેચ પાકિસ્તાન સામે 14 સપ્ટેમ્બરે રમશે. ભારત ત્રીજી મેચ 19 સપ્ટેમ્બરે ઓમાન વિરૂદ્ધ રમશે.

ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોઇ શકે

8 ટીમોને 4-4 ગ્રુપમાં વહેંચવામાં આવશે. રિપોર્ટ અનુસાર ભારત અને પાકિસ્તાનની ટીમ એક જ ગ્રુપમાં સામલે હશે. જો આવું થયું તો બન્ને વચ્ચે એક મેચ કન્ફર્મ થઇ જશે. દરેક ગ્રુપની ટોપ 2 ટીમ સુપર 4 સ્ટેજ માટે ક્વોલિફાય કરશે અને બાકી 2 ટીમ બહાર થઇ જશે. સુપર 4ની ટોપ 2 ટીમ વચ્ચે ફાઇનલ રમાશે.