આજે Asia Cupનો પહેલો મુકાબલો, જાણો તમામ 8 ટીમોની સ્કવોડ અને ટુર્નામેન્ટના શેડ્યૂલ સહિતની વિગતો

હવે 2025 એશિયા કપ શરૂ થવામાં 4 કલાકથી પણ ઓછો સમય બાકી છે. એશિયન ક્રિકેટની આ મોટી જંગ આજથી એટલે કે મંગળવાર, 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાશે. ટુર્નામેન્ટની પહેલો મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાશે.
એશિયા કપમાં 2 ગ્રુપ બનાવવામાં આવ્યા
એશિયા કપ 2025માં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે. આમાં, ભારત, પાકિસ્તાન, ઓમાન અને UAE એક ગ્રુપમાં છે, જ્યારે બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને હોંગકોંગ બીજા ગ્રુપમાં છે. બધી ટીમો પ્રથમ લીગ સ્ટેજમાં 3-3 મેચ રમશે. આ પછી સુપર-4 રાઉન્ડ થશે. આ પછી ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે.
એશિયા કપ મેચના વેન્યુ અને સમય
એશિયા કપની બધી મેચ અબુ ધાબી અને દુબઈમાં રમાશે. ટુર્નામેન્ટમાં ફક્ત એક જ ડબલ હેડર છે. અન્ય તમામ મેચો ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. ડબલ હેડરના દિવસે પહેલી મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5:30 વાગ્યે શરૂ થશે.
એશિયા કપ માટે તમામ સ્કવોડ
ભારત- સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ.
પાકિસ્તાન- સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર ઝમાન, હારિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, સાહિબજાદા ફરહાન, સૈમ અયૂબ, સલમાન મિર્ઝા, શાહીન શાહ આફ્રિદી અને સુફિયાન મુકીમ.
અફઘાનિસ્તાન- રશીદ ખાન (કેપ્ટન), રહમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, દરવિશ રસુલી, સદીકુલ્લાહ અટલ, અઝમતુલ્લા ઉમરઝઈ, કરીમ જનત, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નૈબ, શરાફુદ્દીન અશરફ, મોહમ્મદ ઈશાક, મુજીબ ઉર રહમાન, અલ્લાહ ગઝનફર, નૂર અહમદ, ફરિદ મલિક, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી.
બાંગ્લાદેશ- લિટન દાસ (કેપ્ટન), તંજીદ હસન, પરવેઝ હુસૈન ઇમોન, સૈફ હસન, તૌહીદ હૃદયોય, ઝાકેર અલી, શમીમ હુસૈન, કાઝી નુરુલ હસન સોહાન, શક મહેદી હસન, રિશાદ હુસૈન, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, તંજીમ હસન સાકિબ, તસ્કિન અહેમદ, શોરીફુલ ઈસ્લામ, શૈફ ઉદ્દીન.
હોંગકોંગ- યાસીમ મુર્તઝા (કેપ્ટન), બાબર હયાત, ઝીશાન અલી, નિયાઝાકત ખાન મોહમ્મદ, નસરુલ્લા રાણા, માર્ટિન કોએત્ઝી, અંશુમન રથ, કલ્હન માર્ક ચલ્લુ, આયુષ આશિષ શુક્લા, મોહમ્મદ એજાઝ ખાન, અતીક ઉલ રહેમાન ઈકબાલ, કિંચિત શાહ, આદિલ મહમૂદ, હારૂન મોહમ્મદ અરશદ, અલી હાસન, શાહિદ વાસીફ, ગઝનફર મોહમ્મદ, મોહમ્મદ વહીદ, અનસ ખાન, એહસાન ખાન.
શ્રીલંકા- ચરિથ અસલંકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ (વિકેટકીપર), પથુમ નિસાન્કા, કુસલ પરેરા, કામિલ મિશારા, દાસુન શનાકા, કામિન્દુ મેન્ડિસ, વાનિન્દુ હસરાંગા, નુવાનિડુ ફર્નાન્ડો, દુનિથ વેલ્લાલાગે, ચમિકા કરુણારત્ને, મહિષ તીક્ષણા, મથિશા પથિરાના, નુવાન તુશારા, દુષ્મંથા ચમીરા અને બિનુરા ફર્નાન્ડો.
UAE- મુહમ્મદ વસીમ (કેપ્ટન), અલીશાન શરાફુ, અર્યાશ શર્મા, આસિફ ખાન, ધ્રુવ પારાશર, એથન ડિસૂઝા, હૈદર અલી, હર્ષિત કૌશિક, જુનેદ સિદ્દીકી, મતિઉલ્લા ખાન, મુહમ્મદ ફારૂક, મુહમ્મદ જવાદુલ્લાહ, મુહમ્મદ ઝોહૈબ, રાહુલ ચોપરા, રોહીદ ખાન, સિમરનજીત સિંહ અને સગીર ખાન.
ઓમાન- જતિન્દર સિંહ (કેપ્ટન), હમ્માદ મિર્ઝા, વિનાયક શુક્લા, સુફિયાન યુસુફ, આશિષ ઓડેદરા, આમિર કલીમ, મોહમ્મદ નદીમ, સુફિયાન મહમૂદ, આર્યન બિશ્ત, કરણ સોનાવલે, ઝિક્રિયા ઈસ્લામ, હસનૈન શાહ, ફૈઝલ શાહ, મોહમ્મદ ઈમરાન, નદીમ ખાન, શકીલ અહેમદ અને સમય શ્રીવાસ્તવ.
લીગ સ્ટેજનું શેડ્યૂલ
- 9 સપ્ટેમ્બર: અફઘાનિસ્તાન vs હોંગકોંગ - રાત્રે 8 વાગ્યે - અબુ ધાબી
- 10 સપ્ટેમ્બર: ભારત vs UAE - રાત્રે 8 વાગ્યે - દુબઈ
- 11 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ vs હોંગકોંગ - રાત્રે 8 વાગ્યે - અબુ ધાબી
- 12 સપ્ટેમ્બર: પાકિસ્તાન vs ઓમાન - રાત્રે 8 વાગ્યે - દુબઈ
- 13 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ vs શ્રીલંકા - રાત્રે 8 વાગ્યે - અબુ ધાબી
- 14 સપ્ટેમ્બર: ભારત vs પાકિસ્તાન - રાત્રે 8 વાગ્યે - દુબઈ
- 15 સપ્ટેમ્બર: UAE vs ઓમાન - સાંજે 5:30 વાગ્યે- અબુ ધાબી
- 15 સપ્ટેમ્બર: શ્રીલંકા vs હોંગકોંગ- રાત્રે 8 વાગ્યે - દુબઈ
- 16 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ vs અફઘાનિસ્તાન - રાત્રે 8 વાગ્યે - અબુ ધાબી
- 17 સપ્ટેમ્બર: પાકિસ્તાન vs UAE - રાત્રે 8 વાગ્યે - દુબઈ
- 18 સપ્ટેમ્બર: શ્રીલંકા vs અફઘાનિસ્તાન - રાત્રે 8 વાગ્યે - અબુ ધાબી
- 19 સપ્ટેમ્બર: ભારત vs ઓમાન - રાત્રે 8 વાગ્યે - અબુ ધાબી
સુપર-4નું શેડ્યૂલ
- 20 સપ્ટેમ્બર: B1 vs B2 - રાત્રે 8 વાગ્યે - દુબઈ
- 21 સપ્ટેમ્બર: A1 vs A2 - રાત્રે 8 વાગ્યે - દુબઈ
- 23 સપ્ટેમ્બર: A2 vs B1 - રાત્રે 8 વાગ્યે - અબુ ધાબી
- 24 સપ્ટેમ્બર: A1 vs B2 - રાત્રે 8 વાગ્યે - દુબઈ
- 25 સપ્ટેમ્બર: A2 vs B2 - રાત્રે 8 વાગ્યે - દુબઈ
- 26 સપ્ટેમ્બર: A1 vs B1 - રાત્રે 8 વાગ્યે - દુબઈ
ફાઈનલ: 28 સપ્ટેમ્બર - રાત્રે 8 વાગ્યે - દુબઈ

