Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Asia Cup 2025 prize money for champion and runner up

Asia Cup 2025ના ચેમ્પિયન પર થશે પૈસાનો વરસાદ, ફાઈનલમાં હારનારી ટીમને પણ મળશે કરોડો રૂપિયા

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Asia Cup 2025ના ચેમ્પિયન પર થશે પૈસાનો વરસાદ, ફાઈનલમાં હારનારી ટીમને પણ મળશે કરોડો રૂપિયા
સોર્સ : GSTV

એશિયા કપ 2025ની શરૂઆત આજથી થઈ રહી છે. આ ટુર્નામેન્ટની પહેલી મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે છે. 10 સપ્ટેમ્બરે ભારત પોતાના અભિયાનની શરૂઆત UAE સામે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કરશે. આ ટુર્નામેન્ટ 28 સપ્ટેમ્બર સુધી ચાલશે.

App Store

ખાસ વાત એ છે કે, આ વખતે ભારત અને પાકિસ્તાન ત્રણ વાર એકબીજા સામે મુકાબલો કરી શકે છે. આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં યોજાવાનો છે, જે આવતા વર્ષે ભારત અને શ્રીલંકામાં યોજાનાર ICC T20 વર્લ્ડ કપની તૈયારી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

ચેમ્પિયન ટીમને 2.6 કરોડ રૂપિયા મળશે

પ્રાપ્ત માહિતી પ્રમાણે 2025 સીઝન માટે પ્રાઈઝ મનીમાં વધારો કરવામાં આવ્યો છે. અહેવાલ પ્રમાણે ચેમ્પિયન ટીમને લગભગ 2.6 કરોડ રૂપિયા (લગભગ 300,000 અમેરિકન ડોલર) મળશે, જ્યારે રનર-અપ ટીમને લગભગ 1.3 કરોડ રૂપિયા (150,000 અમેરિકન ડોલર) આપવામાં આવશે. જોકે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) તરફથી હજુ સુધી સત્તાવાર પુષ્ટિ નથી થઈ. જો આ પુષ્ટિ થાય છે, તો તે ગત એશિયા કપ કરતા વધારો હશે.

આ વખતે 8 ટીમો એશિયા કપ ટ્રોફી જીતવા માટે એકબીજા સામે ટકરાતી નજર આવશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને ડાયરેક્ટ એન્ટ્રી મળી છે. આ ઉપરાંત, UAE, ઓમાન, હોંગકોંગને પણ ટુર્નામેન્ટમાં સ્થાન મળ્યું છે, જે એસોસિએટ દેશો માટે યોજાનાર ACC પ્રીમિયર કપમાં ટોપ 3 ટીમોમાં સામેલ હતી.

ભારતે અત્યાર સુધીમાં 8 વખત એશિયા કપ જીત્યો

એશિયા કપની વર્તમાન ચેમ્પિયન ભારત છે. તેણે અત્યાર સુધીમાં આઠ વખત એશિયા કપ જીત્યો છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળ ભારત આ વખતે પણ પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કરશે, ભલે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા મોટા ખેલાડીઓ ટીમમાં ન હોય. ભારત 10 સપ્ટેમ્બરે UAE સામે પોતાની પહેલી મેચ રમશે. ત્યારબાદ સૌથી મોટી મેચ 14 સપ્ટેમ્બરે દુબઈમાં પાકિસ્તાન સાથે થશે, જેના પર આખી દુનિયાની નજર રહેશે. ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ ભારત ઓમાન સામે અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં 19 સપ્ટેમ્બરે રોજ રમશે.