Virat Kohli Birthday / વિરાટ કોહલીના જન્મદિવસ પર અનુષ્કા શર્માએ શેર કર્યો ખાસ ફોટો, ફેન્સને મળી સરપ્રાઈઝ
ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કોહલીન

ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કોહલીના મિત્રો અને ફેન્સ સોશિયલ મીડિયા પર કોહલીને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે. વિરાટ કોહલીને બર્થડે વિશ કરતા પત્ની અનુષ્કા શર્માએ તેના ફેન્સને એક શાનદાર સરપ્રાઈઝ આપી છે. અનુષ્કાએ પ્રથમ વખત ફેન્સને તેના પુત્ર અકાયની ઝલક બતાવી છે. તેણે એક ખૂબ જ ક્યૂટ ફોટો શેર કર્યો છે, જેમાં વિરાટ કોહલીના એક હાથમાં પુઅકાય અને બીજા હાથમાં વામિકા જોવા મળે છે.
આ પણ વાંચો: IPL 2025: શું કોહલી ફરીથી RCBનો કેપ્ટન બનશે? રિટેન્શન લિસ્ટમાંથી ડુપ્લેસિસ- મેક્સવેલ ગાયબ
આ ફોટો શેર કરતી વખતે અનુષ્કા શર્માએ કેપ્શનમાં હાર્ટ ઈમોજી અને ઈવિલ આઈનું ઈમોજી શેર કર્યું છે. આ ફોટો જોઈને કોહલીના ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા છે અને પ્રતિક્રિયા આપી રહ્યા છે.
અનુષ્કાએ લંડનમાં પુત્રને જન્મ આપ્યો હતો
તમને જણાવી દઈએ કે 11 જાન્યુઆરી 2021ના રોજ કોહલી અને અનુષ્કાની પુત્રી વામિકાનો જન્મ થયો હતો. ત્યારબાદ આ વર્ષે 15 ફેબ્રુઆરી 2024ના રોજ લંડનમાં પુત્ર અકાયનો જન્મ થયો હતો. અનુષ્કા તેના પુત્ર અકાયના જન્મ પહેલાથી જ લંડનમાં રહે છે. કોહલી પણ મોટાભાગે ત્યાં જ રહે છે.
કોહલીનું ફોકસ IND vs AUS સિરીઝ પર હશે
વિરાટ કોહલી તાજેતરમાં જ ન્યુઝીલેન્ડ સામેની 3 મેચની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. જો કે આ સિરીઝમાં તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. કોહલીએ 3 મેચની 6 ઈનિંગ્સમાં માત્ર 93 રન બનાવ્યા હતા. આ સિરીઝમાં પ્રથમ વખત ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે ટેસ્ટમાં 3-0થી ક્લીન સ્વીપ મળી હતી.
કોહલી હવે આ મહિને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જશે, જ્યાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 5 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. આ સિરીઝમાં ફેન્સની નજર કોહલી પર રહેશે, કારણ કે વિરાટ કોહલી ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ફેન્સ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં કોહલી પાસેથી મોટી ઈનિંગ્સની અપેક્ષા રાખી રહ્યા છે.
RCBએ IPL 2025 માટે રિટેન કર્યો
દરમિયાન, RCBએ IPL 2025 માટે વિરાટ કોહલીને રિટેન કર્યો છે. RCBએ કોહલીને 21 કરોડમાં રિટેન કર્યો છે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી IPL 2025માં RCBની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.








