Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Anil Kumble raised questions on Pant's captaincy after India's defeat

'ત્રીજા દિવસે બુમરાહને પહેલી ઓવર...' અનિલ કુંબલેએ રિષભ પંતની કેપ્ટનશિપ પર ઉઠાવ્યા સવાલ

Timeછેલ્લું અપડેટ : 17 Nov 2025
લાઇવ ટીવીGoogle News
'ત્રીજા દિવસે બુમરાહને પહેલી ઓવર...' અનિલ કુંબલેએ રિષભ પંતની કેપ્ટનશિપ પર ઉઠાવ્યા સવાલ
સોર્સ : GSTV

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ભારતે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી. આ મુકાબલામાં સાઉથ આફ્રિકાનો 30 રનથી વિજય થયો. બીજી ઈનિંગમાં ભારતીય ટીમ માત્ર 93 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ત્યારે હવે દિગ્ગજ ક્રિકેટર અનિલ કુંબલેએ રવિવારે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતની ૩૦ રનની હાર બાદ કહ્યું કે, "ઈડન ગાર્ડન્સની પડકારજનક પિચ પર ત્રીજા દિવસની રમતની શરૂઆતમાં મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને બોલિંગ ન આપવી એ સવાલ ઊભો કરે છે." ભારતીય ટીમ 124 રનનો ટાર્ગેટ ચેઝ કરતા માત્ર 93 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને આવી રીતે પ્રથમ ટેસ્ટ મેચ ત્રીજા દિવસના બીજા સેશનમાં જ સમાપ્ત થઈ ગઈ. 

App Store

ભારતની આ સૌથી મોટી ભૂલ

અનિલ કુંબલેએ ભારતને મળેલી કારમી હાર બાદ સમીક્ષા કરતા કહ્યું કે, ભારતની સૌથી મોટી ભૂલોમાંની એક એ હતી કે ત્રીજી સવારે જસપ્રીત બુમરાહને પહેલી ઓવર ન આપવી, ખાસ કરીને એવી પિચ પર જે ફાસ્ટ બોલર્સને અનુકૂળ હતી. રિષભ પંતે પહેલી ઓવર અક્ષર પટેલને આપી અને પછી એક છેડે બુમરાહને લાવવાના બદલે થોડા સમય સુધી સ્પિન ચાલુ રાખી. 

બુમરાહને પહેલી ઓવર ન આપવી તે સવાલ ઊભા કરે છે

ભારતની હાર બાદ કુંબલે કહ્યું કે, "124 રનનો ટાર્ગેટ થોડો વધુ હતો. દિવસની શરૂઆતમાં સાઉથ આફ્રિકા પાસે માત્ર 63 રનની લીડ હતી અને ત્રણ વિકેટ બચી હતી. ટેમ્બા બાવુમા હજુ પણ રમી રહ્યો હતો. આવી સ્થિતિમાં સ્પ્રેડ ફિલ્ડિંગ અને પોતાના શ્રેષ્ઠ બોલર જસપ્રીત બુમરાહને પહેલી ઓવર ન આપવી એ સવાલ ઊભા કરે છે. ત્રીજા દિવસે સાઉથ આફ્રિકાએ ગુમાવેલી ત્રણેય વિકેટ ફાસ્ટ બોલર્સે લીધી હતી."

કુંબલેએ આગળ કહ્યું કે, "આવી પડકારજનક સપાટી પર બુમરાહ કરતા પહેલા કોઈ અન્ય બોલર પાસે બોલિંગ કરવાનો કોઈ અર્થ નથી. બુમરાહ ઉપરાંત મોહમ્મદ સિરાજે પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. કારણ કે, તેણે બેક-ટૂ-બેક વિકેટ લઈને સાઉથ આફ્રિકાને 153 રન પર રોકી દીધું."

જોકે, સાઉથ આફ્રિકાના સ્પિનર્સે લંચ પછી ભારતીય બેટિંગ લાઈનઅપને ધ્વસ્ત કરીને મેચનું પાસું પલટી નાખ્યું. સાઈમન હાર્મરને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. ત્રીજા દિવસની સવારે કોર્બિન બોશ સાથે ટેમ્બા બાવુમાએ પણ મહત્ત્વપૂર્ણ રન ઉમેર્યા, જે અંતે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.

કુંબલેએ સાઉથ આફ્રિકાના કેપ્ટન બાવુમાની પ્રશંસા કરી

કુંબલેએ સાઉથ આફ્રિકાના કેપ્ટન બાવુમાની પ્રશંસા કરતા કહ્યું કે, આ વર્ષની શરૂઆતમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમને વિજય અપાવવા છતાં તેને હંમેશા તે શ્રેય નથી મળતો જેનો તે હકદાર છે. 

બાવુમાને કેપ્ટન તરીકે એ ઓળખ ન મળી જેનો તે હકદાર છે

તેણે આગળ કહ્યું કે, "ભારત સાઉથ આફ્રિકાથી પાછળ રહી ગયું. તેનો શ્રેય બાવુમાને જાય છે. તેને કેપ્ટન તરીકે એ ઓળખ ન મળી જેનો તે હકદાર છે. તેણે સાઉથ આફ્રિકા માટે કેપ્ટન તરીકે 11માંથી 10 ટેસ્ટ મેચ જીતી છે અને તેના માટે ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી છે. તેને એ પ્રકારનો શ્રેય નથી મળતો જે અન્ય આંતરરાષ્ટ્રીય કેપ્ટનોને મળે છે."