Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Harbhajan Singh's furious take after India lost first test

કોલકાતામાં ભારતની હાર પર ભડક્યો હરભજન સિંહ, કહ્યું- 'તેમણે ટેસ્ટ ક્રિકેટને બરબાદ કરી દીધું'

Timeછેલ્લું અપડેટ : 17 Nov 2025
લાઇવ ટીવીGoogle News
કોલકાતામાં ભારતની હાર પર ભડક્યો હરભજન સિંહ, કહ્યું- 'તેમણે ટેસ્ટ ક્રિકેટને બરબાદ કરી દીધું'
સોર્સ : GSTV

કોલકાતા ટેસ્ટ મેચમાં ભારતની હાર બાદ, ભૂતપૂર્વ ભારતીય સ્પિનર ​​હરભજન સિંહે ટીમ મેનેજમેન્ટનો ઉધડો લીધો. તેણે રેન્ક ટર્નર એટલે કે સ્પિન-ફ્રેન્ડલી વિકેટો બનાવવા બદલ મેનેજમેન્ટની ટીકા કરી. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ, જે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી, તે માત્ર અઢી દિવસમાં જ પૂરી થઈ ગઈ. રવિવારે મેચના ત્રીજા દિવસે બીજા સેશનમાં પરિણામ આવતાં, 124 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમ 93 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને 30 રનથી મેચ હારી ગઈ.

App Store

ઈડન ગાર્ડન્સની પિચ સવાલોના ઘેરામાં: બીજા દિવસે 15 વિકેટ પડી

ભારત મેચ હાર્યા પછી, કોલકાતાના ઈડન ગાર્ડન્સની પિચ, જ્યાં મેચના બીજા દિવસે જ 15 વિકેટ પડી હતી, તે સવાલોના ઘેરામાં આવી ગઈ. હરભજને કહ્યું કે આવી પિચ ખેલાડીઓને આગળ વધવાનો મોકો નહીં આપે અને ટેસ્ટ ક્રિકેટને બરબાદ કરી દીધું છે. તેની યુટ્યુબ ચેનલ પર તેણે આક્રોશ વ્યક્ત કર્યો કરતા કહ્યું કે, "તેમણે ટેસ્ટ ક્રિકેટને સંપૂર્ણપણે બરબાદ કરી દીધું છે. ટેસ્ટ ક્રિકેટ મરી ગયું છે. રેસ્ટ ઈન પીસ ટેસ્ટ ક્રિકેટ. તેઓ જે પ્રકારનું કામ કરી રહ્યા છે, જે પ્રકારની પિચો આટલા વર્ષોથી બનાવવામાં આવી રહી છે, તે હું જોતો આવ્યો છું."

ભજ્જીએ આગળ જણાવ્યું કે, "કોઈ આ વિશે વાત નથી કરતું, કારણ કે ટીમ જીતી રહી છે અને બધું બરાબર ચાલી રહ્યું છે. કોઈ વિકેટ લઈને મહાન બની રહ્યું છે, તેથી બધાને લાગે છે કે બધું ઠીક છે. જોકે, મને લાગે છે કે આ પ્રચલન આજનું નથી, પરંતુ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે અને મારા મતે આ રમવાની ખોટી રીત છે. તમે જીતી તો રહ્યા છો, પણ તમને કોઈ ખાસ ફાયદો નથી થઈ રહ્યો, તમે બસ ચક્કીમાં બંધાયેલા બળદની જેમ ચક્કર કાપી રહ્યા છો, તમે કોઈપણ રીતે આગળ નથી વધી રહ્યા."

ભૂતપૂર્વ સ્પિનરે આગળ દાવો કર્યો અને કહ્યું, "એક ક્રિકેટર તરીકે તમે આગળ નથી વધી રહ્યા. તેથી મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે આના પર ધ્યાન આપવામાં આવે અને વિચારવામાં આવે કે આવી પિચો પર મેચ રમવી જ્યાં તમારા બેટર્સને રન બનાવવાનો પણ અંદાજ નથી અને તમે તેમને એવું બતાવી રહ્યા છો જાણે તેમને બેટિંગ આવડતી જ નથી. જો પરિસ્થિતિઓ એટલી અનુકૂળ બની જાય કે લોકો પિચના કારણે આઉટ થઈ રહ્યા હોય, ન કે કૌશલ્યના કારણે, તો એક સારા બોલર અને એક સારા બેટર વચ્ચે શું ફરક રહી જાય છે?" ભારત છેલ્લા 6માંથી 4 ટેસ્ટ ભારતમાં જ હારી ચૂક્યું છે.