Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : How will India A reach in semifinal of Asia Cup after losing to Pakistan

Asia Cup / પાકિસ્તાન સામે હાર્યા પછી સેમીફાઈનલમાં કેવી રીતે પહોંચશે ઈન્ડિયા-A? આ રહ્યું સમીકરણ

Timeછેલ્લું અપડેટ : 17 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Asia Cup / પાકિસ્તાન સામે હાર્યા પછી સેમીફાઈનલમાં કેવી રીતે પહોંચશે ઈન્ડિયા-A? આ રહ્યું સમીકરણ
સોર્સ : GSTV

ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટ દોહામાં રમાઈ રહી છે. ભારતીય ટીમે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી બે મેચ રમી છે, જેમાં એક જીતી અને બીજીમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે UAE સામે મોટી જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી, તેણે UAEને 148 રનથી હરાવ્યું હતું. જોકે, બીજી મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

App Store

પાકિસ્તાન સેમીફાઈનલમાં પહોંચ્યું

લીગ સ્ટેજની બીજી મેચમાં ઈન્ડિયા-A પાકિસ્તાન-A સામે 8 વિકેટથી હારી ગયું હતું. બે જીત સાથે પાકિસ્તાન સેમીફાઈનલમાં સ્થાન મેળવી ચૂક્યું છે, પરંતુ ભારતીય ટીમ હજુ સુધી સેમીફાઈનલમાં સ્થાન નથી મેળવી શકી. પાકિસ્તાને અગાઉ ઓમાનને હરાવ્યું હતું. ચાલો જાણીએ કે પાકિસ્તાન સામે હાર્યા પછી ઈન્ડિયા-A સેમીફાઈનલમાં કેવી રીતે પહોંચી શકે છે.

ભારતીય ટીમ તેની છેલ્લી લીગ મેચ ઓમાન સામે રમશે

ભારતીય ટીમની છેલ્લી લીગ મેચ 18 નવેમ્બરે ઓમાન સામે છે. જો ભાઈન્ડિયા-A આ મેચ જીતી જાય છે, તો તે સરળતાથી સેમીફાઈનલમાં સ્થાન મેળવી લેશે. જોકે, જો ભારતીય ટીમ આ મેચ હારી જાય છે, તો સેમીફાઈનલમાં પહોંચવા માટેનો રસ્તો બંધ થઈ જશે. ઓમાનના ખાતામાં હાલમાં બે પોઈન્ટ છે. ઓમાનએ UAEને હરાવ્યું હતું. UAEની પાકિસ્તાન સામે એક મેચ છે અને પરિણામ ગમે તે હોય, પાકિસ્તાનને ન તો ફાયદો થશે કે ન તો નુકસાન. UAE પહેલાથી જ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. તેથી, સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારતીય ટીમે છેલ્લી લીગ મેચ જીતવી જ પડશે.

ગ્રુપ-Aમાંથી કોઈ પણ ટીમ સેમીફાઈનલમાં નથી પહોંચી

ગ્રુપ-Aની વાત કરીએ તો બાંગ્લાદેશ-A અને અફઘાનિસ્તાન-A એ એક-એક મેચ જીતી છે. આ ગ્રુપમાં સોમવાર, 17 નવેમ્બરના રોજ બે મેચ રમાશે. બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે એક મેચ રમાશે. આ મેચ જીતનાર ટીમ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરશે. જ્યારે સેમીફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ છેલ્લી લીગ મેચ રમાય પછી મળશે. ગ્રુપ-Aમાં હોંગકોંગ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.