Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : South Africa created history by defeating India, the match slipped out of Team India's hands due to these 5 reasons

દક્ષિણ આફ્રિકાએ ભારતને હરાવીને ઇતિહાસ રચ્યો, આ 5 કારણોને લઈ ટીમ ઈન્ડિયાના હાથમાંથી સરકી મેચ

Timeછેલ્લું અપડેટ : 16 Nov 2025
લાઇવ ટીવીGoogle News
દક્ષિણ આફ્રિકાએ ભારતને હરાવીને ઇતિહાસ રચ્યો, આ 5 કારણોને લઈ ટીમ ઈન્ડિયાના હાથમાંથી સરકી મેચ
સોર્સ : GSTV

કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 30 રને હરાવીને ઇતિહાસ રચી દીધો છે. ભારતને જીતવા માટે માત્ર 124 રનનો ટાર્ગેટ મળ્યો હતો, તે પણ ટીમ હાંસલ ના કરી શકી. સમગ્ર ટીમ માત્ર 93 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ જીત સાથે, દક્ષિણ આફ્રિકાએ 15 વર્ષ બાદ ભારતીય ધરતી પર ટેસ્ટ મેચ જીતી છે અને 2 મેચોની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતની હાર પાછળના 5 મુખ્ય કારણો આ મુજબ છે.

App Store

1. બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન અને T20 સ્ટાઇલમાં બેટિંગ ભારે પડી 

આ હારનું સૌથી મોટું કારણ ભારતીય બેટ્સમેનોની સંપૂર્ણ નિષ્ફળતા હતી. પ્રથમ ઇનિંગ્સમાં ટીમ 189 રન બનાવી શકી, પરંતુ એક પણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહીં. બીજી ઇનિંગ્સમાં તો પ્રદર્શન વધુ ખરાબ રહ્યું અને આખી ટીમ 93 રનમાં સમેટાઈ ગઈ. ખાસ કરીને, મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ પિચની પરિસ્થિતિને સમજ્યા વિના T20 સ્ટાઈલમાં રમી વિકેટો ગુમાવી.

2. સ્પિન રમવામાં નિષ્ફળતા

ભારતીય બેટ્સમેનો સ્પિન રમવામાં માહેર ગણાય છે, પરંતુ આ મેચમાં તેઓ સ્પિનરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા. ઋષભ પંતે પહેલેથી જ પ્રાયોગિક શોટ રમવાનું શરૂ કર્યું, જ્યારે ધ્રુવ જુરેલે પણ પોતાની વિકેટ ફેંકી દીધી. કોઈ પણ બેટ્સમેન લાંબી ભાગીદારી નોંધાવી શક્યો નહીં, જે હારનું મુખ્ય કારણ બન્યું.

3. મુખ્ય ખેલાડીઓની નિષ્ફળતા 

ટીમનો યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ બંને ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો. બીજી ઇનિંગ્સમાં તો તે ખાતું પણ ખોલાવી શક્યો નહીં. બીજી તરફ, ઋષભ પંતે પ્રથમ ઇનિંગ્સમાં 27 રન બનાવ્યા હતા, પરંતુ જ્યારે બીજી ઇનિંગ્સમાં ધૈર્યપૂર્વક રમવાની જરૂર હતી, ત્યારે તેણે પહેલેથી જ આક્રમક વલણ અપનાવ્યું અને માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો.

4. કેપ્ટન શુભમન ગિલની ઈજા

કેપ્ટન શુભમન ગિલની ઈજા પણ ટીમ માટે મોટો ફટકો સાબિત થઈ. તે પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 3 બોલ રમીને ગરદનમાં સમસ્યાને કારણે મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. તે બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરવા આવી શક્યો ન હતો. આ કારણે, ભારતીય ટીમને એક બેટ્સમેનની ખોટ પડી, જેની અસર રન ચેઝ દરમિયાન સ્પષ્ટ જોવા મળી.

5. અનુભવ અને ધૈર્યનો સંપૂર્ણ અભાવ

આ હારનું અંતિમ અને સૌથી મોટું કારણ એ હતું કે ભારતીય ટીમમાં ન તો અનુભવ દેખાયો કે ન તો ધૈર્ય. 124 રન જેવા નાના ટાર્ગેટનો પીછો કરતી વખતે, જ્યારે શરૂઆત ખરાબ હોય ત્યારે ભાગીદારી બનાવવાની જરૂર હતી. પરંતુ, એક પછી એક બેટ્સમેનોએ ધૈર્ય ગુમાવ્યું. આ વાતનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે વોશિંગ્ટન સુંદર (31 રન) સિવાય કોઈ પણ બેટ્સમેન 50 બોલ સુધી પણ ક્રિઝ પર ટકી શક્યો નહીં.