Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : All four semifinal teams decided

WCL 2025: સેમિફાઇનલ માટે ચાર ટીમો નક્કી, આ ટીમોનું ટાઇટલ જીતવાનું સપનું તૂટ્યું

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2025
લાઇવ ટીવીGoogle News
WCL 2025:  સેમિફાઇનલ માટે ચાર ટીમો નક્કી, આ ટીમોનું ટાઇટલ જીતવાનું સપનું તૂટ્યું
સોર્સ : Google

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025 તેના નિર્ણાયક વળાંક પર પહોંચી ગયું છે. યુવરાજ સિંહની કેપ્ટનશીપ હેઠળ ઈન્ડિયા ચેમ્પિયન્સે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL 2025) ની સેમિફાઈનલમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે. ઇન્ડિયા ચેમ્પિયન્સે 29 જુલાઈ 2025ના રોજ વેસ્ટ ઇન્ડીઝ ચેમ્પિયન્સને 5 વિકેટથી હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું. આ જીત સાથે ટૂર્નામેન્ટની ચાર સેમિફાઇનલ ટીમો નક્કી થઈ ગઈ છે. જેમાં ભારત, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે.

App Store

આ જીત ભારતીય ટીમ માટે ટૂર્નામેન્ટનો પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ વિજય હતો. અગાઉ ટીમે પાંચમાંથી ફક્ત એક જ મેચ જીતી હતી, પરંતુ અન્ય ટીમોના પ્રદર્શન અને પોઈન્ટ ટેબલના રસપ્રદ સમીકરણને કારણે ભારત સેમિફાઇનલમાં પહોંચ્યું.

ઈન્ડિયા ચેમ્પિયન્સની ગ્રુપ સ્ટેજ સફર સંઘર્ષથી ભરેલી રહી

ઈન્ડિયા ચેમ્પિયન્સે 20 જુલાઈ 2025ના રોજ પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે રમવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા હતા. આ પછી ભારતને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સામે સતત ત્રણ હારનો સામનો કરવો પડ્યો હતો.

જોકે, છેલ્લી લીગ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સને હરાવીને ભારતીય ટીમે ન માત્ર પોતાનો પહેલો વિજય મેળવ્યો, પણ સેમિફાઈનલમાં ટિકિટ પણ મેળવી હતી. ટીમે 5 માંથી 1 મેચ જીતી અને કુલ 3 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહી. ઈંગ્લેન્ડ પાંચમા સ્થાને રહ્યું અને વેસ્ટ ઈન્ડિઝ છેલ્લા સ્થાને રહ્યું. બંને ટીમોનું ટાઇટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.

સેમિફાઇનલ લાઇનઅપ નક્કી

WCL 2025ની સેમિફાઇનલમાં હવે હાઇ-વોલ્ટેજ મેચો જોવા મળશે. ઇન્ડિયા ચેમ્પિયન્સનો મુકાબલો પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે થશે, જેણે ગ્રુપ સ્ટેજમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું, 8 માંથી 5 મેચ જીતીને 9 પોઇન્ટ મેળવ્યા હતા. તેમજ બીજા સેમિફાઇનલમાં સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સનો મુકાબલો ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ સામે થશે. સાઉથ આફ્રિકા 8 પોઇન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને રહ્યું, જ્યારે ઓસ્ટ્રેલિયા 5 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યું.

ઉલ્લેખનીય છે કે WCL 2025ની બંને સેમિફાઇનલ મેચ એક જ દિવસે અને એક જ મેદાન પર 31 જુલાઈ 2025ના રોજ એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રમાશે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 2 ઓગસ્ટ 2025ના રોજ બર્મિંગહામમાં રમાશે.

WCL 2025 સેમિ-ફાઇનલ શેડ્યૂલ (એજબેસ્ટન, બર્મિંગહામ)

સેમિ-ફાઇનલ 1:

ઈન્ડિયા ચેમ્પિયન vs પાકિસ્તાન ચેમ્પિયન, 31 જુલાઈ 2025, સાંજે 5 વાગ્યે (IST)

સેમિ-ફાઇનલ 2:

સાઉથ આફ્રિકા ચેમ્પિયન vs ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન, 31 જુલાઈ 2025, રાત્રે 9 વાગ્યે (IST)