Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Gautam Gambhir clashed with oval pitch curator

VIDEO / ઓવલના ક્યુરેટર સાથે બાખડ્યો ગૌતમ ગંભીર, પાંચમી ટેસ્ટ પહેલા પિચને લઈને થઈ બબાલ

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO / ઓવલના ક્યુરેટર સાથે બાખડ્યો ગૌતમ ગંભીર, પાંચમી ટેસ્ટ પહેલા પિચને લઈને થઈ બબાલ
સોર્સ : Google

ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડના ચીફ ક્યુરેટર લી ફોર્ટિસ વચ્ચે બુધવારે ઉગ્ર બોલચાલ થઈ હતી. આ ઘટના ગુરુવાર (31 જુલાઈ) થી લંડનના ઓવલ ખાતે રમાનારી અંતિમ ટેસ્ટ મેચ પહેલા બની હતી.

App Store

PTI અનુસાર, ગંભીર પિચને લઈને ગુસ્સે દેખાતો હતો અને ગ્રાઉન્ડ પર પહોંચ્યા પછી, તેણે સીધી ક્યુરેટર સાથે વાત કરી, પિચની સ્થિતિ અને વર્તનને લઈને બંને વચ્ચે મતભેદ જોવા મળ્યો.

ઉલ્લેખનીય છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરીઝની ચોથી ટેસ્ટ માન્ચેસ્ટરમાં ડ્રો થઈ હતી. હાલમાં, ઈંગ્લેન્ડ સિરીઝમાં 2-1થી આગળ છે અને ભારત પાસે આ અંતિમ મેચ જીતીને સિરીઝ બરાબર કરવાની તક છે. આવી સ્થિતિમાં, ટીમ મેનેજમેન્ટ કોઈપણ પ્રકારની અનિશ્ચિતતા કે પિચ સંબંધિત સમસ્યા નથી ઈચ્છતું. હવે બધાની નજર ઓવલ ટેસ્ટ પર છે, જ્યાં એ જોવું રસપ્રદ રહેશે કે પિચ બેટ્સમેનોને સપોર્ટ કરે છે કે બોલરોને ફાયદો પહોંચાડે છે.

ગંભીર અને ક્યુરેટર વચ્ચે શું ચર્ચા થઈ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૌતમ ગંભીર અને લંડનના ઓવલ ગ્રાઉન્ડના ચીફ ક્યુરેટર લી ફોર્ટિસ વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી, જ્યાં ભારત તેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યું છે. ગંભીર ખી રહ્યો હતો, "તમે અહીં ફક્ત ગ્રાઉન્ડ મેન છો. તમે અમને ન જણાવો અમારે શું કરવાની જરૂર છે." આ દલીલ નેટ્સમાં થઈ હતી, જ્યારે ખેલાડીઓ તેમના રન-અપ એરિયાને માર્ક કરી રહ્યા હતા. બાદમાં, બેટિંગ કોચ સિતાશુ કોટક આવ્યા અને ક્યુરેટરને પોતાની સાથે લઈ ગયા અને તેની સાથે વાત કરી, જ્યારે ગંભીર હજુ પણ દૂરથી ક્યુરેટર સાથે દલીલ કરી રહ્યો હતો. આ વીડિયોમાં, સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગંભીર ટ્રેનિંગ સેશન દરમિયાન ગુસ્સે દેખાઈ રહ્યો હતો.