'કોહલીએ આપેલા બેટથી ક્યારેય નહીં રમું', જાણો આકાશ દીપે કેમ કહ્યું આવું
ભારતે પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને હરાવ્યું. આ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં યુ

ભારતે પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને હરાવ્યું. આ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં યુવા ફાસ્ટ બોલર આકાશ દીપે પણ શાનદાર બોલિંગ કરી હતી. ત્યારે મેચમાં વિરાટ કોહલી તરફથી આકાશ દીપને એક ખાસ ભેટ પણ મળી હતી.
કોહલી પાસેથી ભેટમાં બેટ મળ્યા બાદ આકાશ દીપ ભાવુક થયો હતો. અને કહ્યું કે, 'આ મારા માટે મોટી ભેટ હતી અને હું આ બેટથી ક્યારેય રમીશ નહીં કેમ કે હું આ બેટને પોતાના રૂમમાં યાદગીરી તરીકે મુકીશ.'
પ્રથમ ટેસ્ટમાં અશ્વિન પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો
નોંધનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી હતી.આ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની આખી ટીમ 234 રનમાં સમેટાઈ ગઈ હતી. આ મેચમાં રવિચંદ્રન અશ્વિન પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.






