સતત ત્રીજી વખત શૂન્ય પર આઉટ થયો અભિષેક શર્મા, પ્લેઇંગ ઈલેવનમાં ભારતે કર્યા બે ફેરફાર
ICC T20 વર્લ્ડ કપ 2026ની 36મી મેચ આજે(18 ફેબ્રુઆરી) ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે અમદાવાદ

ICC T20 વર્લ્ડ કપ 2026ની 36મી મેચ આજે(18 ફેબ્રુઆરી) ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતની પ્લેઈંગ 11માં 2 ફેરફાર થયા છે. કુલદીપ યાદવની સાથે વાઇસ કેપ્ટન અક્ષર પટેલ બહાર થયો છે. અર્શદીપ સિંહની વાપસી થઈ છે અને વોશિંગ્ટન સુંદર પણ રમી રહ્યો છે. હાલ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડ્યા છે. જણાવી દઈએ કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 11 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. 6 વખત પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી છે.
ભારતીય ટીમની ઈનિંગ
ભારતીય ટીમને પહેલો ઝટકો: અભિષેક શર્મા શૂન્ય પર આઉટ
અભિષેક શર્મા અને ઈશાન કિશને ભારતીય ઈનિંગની શરૂઆત કરી હતી. નેધરલેન્ડ્સના બોલર આર્યન દત્તની પહેલી ઓવરમાં જ અભિષેક શર્માને બોલ્ડ કરી દીધો છે. T20 વર્લ્ડ કપ 2026માં અભિષેક સતત ત્રીજી વખત શૂન્ય પર આઉટ થયો છે.
ભારતની પ્લેઇંગ 11
અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી.
નેધરલેન્ડ્સની પ્લેઇંગ 11
માઇકલ લેવિટ, મેક્સ ઓ'ડાઉડ, બાસ ડી લીડ, કોલિન એકરમેન, સ્કોટ એડવર્ડ્સ (વિકેટકીપર/કેપ્ટન), જેક લિયોન-કૈશેટ, નોઆ ક્રોસ, રોલોફ વાન ડેર મર્વ, લોગન વૈન બીક, આર્યન દત્ત, કાયલ ક્લેન.







