15 વર્ષના વૈભવના બેટથી સર્જાયું તોફાન: સૂર્યકુમાર, સેહવાગ અને યુવરાજ સહિત દિગ્ગજોએ કર્યા ભરપૂર વખાણ

15 વર્ષના વૈભવના બેટથી સર્જાયું તોફાન: સૂર્યકુમાર, સેહવાગ અને યુવરાજ સહિત દિગ્ગજોએ કર્યા ભરપૂર વખાણ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026માં UAE સામે ધમાકો કરી દીધો. વૈભવે માત્ર 53 બોલમાં 28 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 204 રન ફટકારી દીધા. વૈભવની આ વિસ્ફોટક બેટિંગ જોઈને મોટા-મોટા દિગ્ગજોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે શાળાએ જવાની ઉંમરમાં આ છોકરો બોલરોને સાવ ધોઈ રહ્યો છે.

વૈભવે આટલા ઓછા સમયમાં જે રીતે વિશ્વ ક્રિકેટમાં પર્ફોમન્સ કર્યું છે, તેનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે ભારતનો આગામી સુપરસ્ટાર છે. UAE સામેની મેચમાં 204 રનની ઇનિંગ્સ બાદ તો આ વાત પર મહોર પણ લાગી ગઈ. તો હઅીં જાણો ભારતના આ વન્ડર બોયની તોફાની બેટિંગ પર કોણે શું કહ્યું છે.

જાહેરાત

સૂર્યકુમાર યાદવે કર્યુ વૈભવના વખાણ

ભારત માટે T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવે તો વૈભવને પોતાની પ્રેરણા ગણાવી દીધો. સૂર્યાએ પોતાના X હેન્ડલ પર લખ્યું, "વૈભવ સૂર્યવંશી આજથી તું મારી પ્રેરણા છે. કેવો ખેલાડી છે આ. જબરદસ્ત."

વીરેન્દ્ર સેહવાગે તો વૈભવ ને...

ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે તો વૈભવ સૂર્યવંશીને આ પેઢીનો સૌથી ખાસ ખેલાડી ગણાવી દીધો. સેહવાગે X હેન્ડલ પર લખ્યું, "53 બોલમાં 204 રન અને 28 છગ્ગા! EA સ્પોર્ટ્સ ક્રિકેટમાં પણ આ અવિશ્વસનીય છે. કેવા કમાલના ખેલાડી છે, વૈભવ સૂર્યવંશી!"

પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે વૈભવ માટે...

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે વૈભવ માટે કહ્યું, "ખૂબ જ ખાસ પ્રતિભા અને શાનદાર ઇનિંગ્સ! માત્ર 52 બોલમાં બેવડી સદી, આ ખરેખર નિર્ભય બેટિંગ છે! સખત મહેનત કરતા રહો અને આ સફરનો આનંદ માણો. હજુ તો આનાથી પણ વધુ શાનદાર બાબતો આવવાની બાકી છે!"

પૂર્વ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને વૈભવ સૂર્યવંશી વિશે કહ્યું...

પૂર્વ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને વૈભવ સૂર્યવંશી અંગે કહ્યું, "શું વાત છે! ગજબ છે ભાઈ! આજે પહેલાં પ્રિયાંશ અને હવે આ કમાલનો છોકરો. આ લોકોને બેટિંગ કરતા જોવું એ યાદ અપાવે છે કે આ રમતમાં કેટલી પ્રતિભા અને ક્ષમતા રહેલી છે."

મોહમ્મદ કૈફેની વૈભવ માટે ખાસ પોસ્ટ

વૈભવ અંગે મોહમ્મદ કૈફે લખ્યું, "માત્ર 53 બોલમાં 204 રન, 28 છગ્ગા. વૈભવ સૂર્યવંશી રેકોર્ડ તૂટવાની રાહ નથી જોઈ રહ્યા, પરંતુ તેઓ ક્રિકેટનો ઇતિહાસ ફરીથી લખી રહ્યા છે. એક ઉભરતો સુપરસ્ટાર!"

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પણ વૈભવની પ્રશંસા કરી

ભારત સરકારમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ વૈભવ સૂર્યવંશીના જબરા ચાહક બની ગયા છે. તેમણે લખ્યું, "15 ની ઉંમરમાં 53 બોલમાં 204 રન અને 28 છગ્ગા. વૈભવ સૂર્યવંશીએ લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો. કેવી કમાલની પ્રતિભા છે. ભારતને તમારા પર ગર્વ છે!"

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા કરી વૈભવ સૂર્યવંશી માટે પોસ્ટ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વૈભવ સૂર્યવંશી માટે X હેન્ડલ પર લખ્યું, "શું શાનદાર ક્રિકેટ! વૈભવ સૂર્યવંશી, તમને સલામ! 53 બોલમાં 204 રન, 28 છગ્ગા. એક જ ઇનિંગ્સમાં ચાર વિશ્વ રેકોર્ડ તોડી નાખ્યા. અને તેમની ઉંમર માત્ર 15 વર્ષ છે! ફિલ્ડરો દર્શક બની ગયા, અને દર્શકો ફિલ્ડરો બની ગયા. ઉંમરથી કિશોર, પરંતુ બેટથી કોઈ તોફાનથી કમ નહીં! આ યુવા ચેમ્પિયન આમ જ નવી ઊંચાઈઓને સ્પર્શતો રહે અને ભારતનું ગૌરવ વધારતો રહે!"

આ સમાચાર શેર કરો

જાહેરાત