ઈંગ્લેન્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બેયરસ્ટો સહિત 6 ખેલાડીઓ બાકાત, પહેલીવાર 9 ખેલાડીઓને સમાવાયા
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યા છે. જોની બેયરસ્ટો સહિત છ

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યા છે. જોની બેયરસ્ટો સહિત છ ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પહેલી વાર નવ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચૌદ અનુભવી ખેલાડીઓનો બે વર્ષના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સમાવેશ કરાયો છે ઈંગ્લેન્ડે બેયરસ્ટો ઉપરાંત, લિયામ લિવિંગસ્ટોન, જેક લીચ અને રીસ ટોપ્લેને પણ કોન્ટ્રાક્ટમાં જગ્યા આપી નથી. સતત ઈજાઓથી પીડાતા જોફ્રા આર્ચરને પણ બે વર્ષનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
14 ખેલાડીઓને મળે છે બે વર્ષના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ
ઈંગ્લેન્ડે કુલ 14 ખેલાડીઓને બે વર્ષના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સમાવેશ કર્યો છે. જેમાં જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, જોસ બટલર, બ્રાયડન કાર્સ, સેમ કુરન, બેન ડકેટ, વિલ જેક્સ, આદિલ રશીદ, જો રૂટ, જેમી સ્મિથ, બેન સ્ટોક્સ અને જોશ ટંગનો સમાવેશ થાય છે.
બેન સ્ટોક્સ ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડનું નેતૃત્વ કરે છે, જ્યારે હેરી બ્રુક વ્હાઇટ-બોલ ટીમનું નેતૃત્વ કરે છે. બટલર અને રૂટના અનુભવને ધ્યાનમાં રાખીનેબે વર્ષના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. બેન ડકેટ અને વિલ જેક્સ પણ આ યાદીમાં સામેલ છે. ક્રિસ વોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેને કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
આ ખેલાડીઓને પડતા મૂકવામાં આવ્યા
ECB એ કેટલાક દિગ્ગજ ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ છીનવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે વિકેટકીપર-બેટ્સમેન જોની બેયરસ્ટોને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યો નથી. આ વખતે વિસ્ફોટક બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોનને પણ બાકાત રાખવામાં આવ્યા છે. સ્પિન બોલર જેક લીચ, ઓલી સ્ટોન, રીસ ટોપલી અને જોન ટર્નર પણ કોન્ટ્રાક્ટ મેળવી શક્યા નથી.






