IPL 2026 Auction / સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025ના 5 સ્ટાર ખેલાડીઓ, જેના પર રહેશે દરેક ટીમની નજર

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ભારતીય ક્રિકેટર્સ માટે IPL ટીમોનું ધ્યાન આકર્ષિત કરવાનું એક મુખ્ય પ્લેટફોર્મ બની રહી છે અને 2025ની સિઝન પણ તેનાથી અલગ નહતી. 16 ડિસેમ્બર, 2025ના રોજ અબુ ધાબીમાં IPL 2026નું ઓક્શન યોજવાનું હોવાથી બધી ફ્રેન્ચાઈઝીઓ આ ઘરેલુ લીગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓ પર નજર રાખી રહી છે. ચાલો આ ટુર્નામેન્ટના ટોપ પાંચ ખેલાડીઓ વિશે જાણીએ, જે આ ઓક્શનમાં પસંદ થઈ શકે છે.
પૃથ્વી રાજ યાર્રા (આંધ્રપ્રદેશ)
આંધ્રપ્રદેશના પૃથ્વી રાજ યાર્રાએ પણ IPL માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. આ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલરે આઠ મેચમાં 11 વિકેટ લીધી અને વેરિએશન દ્વારા નિયંત્રણ જાળવી રાખ્યું. 2019માં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથેના તેના ટૂંકા IPL અનુભવ પછી તેના સુધારેલા સ્કિલ સેટથી તેનું મૂલ્ય વધ્યું છે.
સરફરાઝ ખાન (મુંબઈ)
મુંબઈના બેટ્સમેન સરફરાઝ ખાને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાનું કૌશલ્ય દર્શાવ્યું છે. તાજેતરમાં, તેણે આસામ સામે 212.76ના સ્ટ્રાઈક રેટથી 47 બોલમાં અણનમ 100 રન બનાવ્યા. તેણે હરિયાણા સામે 256ના સ્ટ્રાઈક રેટથી 25 બોલમાં 64 રન પણ બનાવ્યા હતા. જોકે તેનો અત્યાર સુધીનો IPL રેકોર્ડ ખાસ નથી રહ્યો, પરંતુ તેના વર્તમાન ફોર્મે ઘણી ફ્રેન્ચાઈઝીઓનું ધ્યાન ખેંચ્યું છે.
કેએમ આસિફ (કેરળ)
કેરળના ફાસ્ટ બોલર કેએમ આસિફ શાનદાર ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે. અનુભવી રાઈટ આર્મ ફાસ્ટ બોલરે છ મેચમાં 15 વિકેટ લીધી અને 6.73ની ઇકોનોમી જાળવી રાખી. તમામ તબક્કામાં ખાસ કરીને ડેથ ઓવરમાં તેની કંસીસ્ટેંડસી પ્રશંસનીય છે. ગયા વર્ષે અનસોલ્ડ રહેવા છતાં, આ પ્રદર્શન પછી ભારતીય ફાસ્ટ બોલર શોધી રહેલી ફ્રેન્ચાઈઝીની નજર તેના પર હોઈ શકે છે. તે અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે.
મોહમ્મદ શરાફુદ્દીન (કેરળ)
કેરળના ઓલરાઉન્ડર મોહમ્મદ શરાફુદ્દીને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બેટ અને બોલ બંનેથી પોતાની કુશળતા દર્શાવી છે. ઝડપી રન બનાવવાની અને આર્થિક રીતે બોલિંગ કરવાની તેની ક્ષમતા તેને એક પ્રબળ ઓલરાઉન્ડર બનાવે છે, જે તેને ઈમ્પેકટ પ્લયેર તરીકે તેનું મુલ્ય વધારી શકે છે.
સાદિક હુસૈન (આસામ)
આસામનો સાદિક હુસૈન એક્સ-ફેક્ટર બોલર તરીકે ઉભરી આવ્યો છે. તેની અનોખી રાઉન્ડ-આર્મ એક્શન અને શક્તિશાળી યોર્કર અને સ્લો બોલ્સ સાથે મીડીયમ પેસ્રે મર્યાદિત તકોમાં પણ પોતાની છાપ છોડી છે અને પહેલાથી જ IPL ટ્રાયલ્સમાં ભાગ લઈ ચૂક્યો છે. તેણે કેરળ સામે 3.4 ઓવરમાં 19 રન આપીને 4 વિકેટ લીધી હતી.

