Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Virat Kohli's team's first reaction on 5 crore rupees allegation

5 કરોડના આરોપ પર વિરાટ કોહલીની ટીમ તરફથી આવી પહેલી પ્રતિક્રિયા, દાવાને ખોટો ગણાવ્યો

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
5 કરોડના આરોપ પર વિરાટ કોહલીની ટીમ તરફથી આવી પહેલી પ્રતિક્રિયા, દાવાને ખોટો ગણાવ્યો
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી પર દિનેશ શર્મા જે ફલાહારી બાબા તરીકે જાણીતા છે, તેના દ્વારા વૃંદાવનના પ્રેમાનંદ જી મહારાજને મળવા માટે 5 કરોડ રૂપિયા સ્વીકારવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે, સોશિયલ મીડિયા પર આ આરોપને પહેલાથી જ ખોટો ગણાવવામાં આવી રહ્યો હતો. હવે વિરાટ કોહલીની ટીમે પણ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે આ આરોપ સંપૂર્ણપણે ખોટો છે. ટીમે મીડિયાને પણ અપીલ કરી છે.

App Store

વિરાટ કોહલીની ટીમે આરોપને ખોટો ગણાવ્યો

આ આરોપ છેલ્લા ઘણા દિવસોથી વિરાટ કોહલી પર લગાવવામાં આવી રહ્યો છે. જેને લઈને પહેલી પ્રતિક્રિયામાં હવે વિરાટ કોહલીની ટીમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું, "અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે ફલાહારી મહારાજ દિનેશ શર્મા દ્વારા વિરાટ કોહલી વિશે કરવામાં આવેલા દાવા સંપૂર્ણપણે ખોટા, પાયાવિહોણા અને તથ્યહીન છે. વિરાટ કોહલી ફક્ત તેમની ઊંડી શ્રદ્ધા અને ભક્તિને કારણે પ્રેમાનંદ મહારાજ જીને મળે છે."

ફલાહારી બાબાના આરોપ પછી મીડિયામાં સમાચાર ફરવા લાગ્યા, જેનાથી આ મુદ્દો મોટો થયો હતો. ત્યારથી, વિરાટ કોહલીના મૌન પર પ્રશ્નો ઉભા થયા છે. મીડિયાને એક મજબૂત અપીલમાં વિરાટની ટીમે જણાવ્યું હતું કે, "અમે આ દાવાઓને સખત રીતે રદિયો આપીએ છીએ અને મીડિયાને આવા નિવેદનો પ્રકાશિત કરતા પહેલા અથવા વિસ્તૃત કરતા પહેલા તથ્યોની યોગ્ય રીતે તપાસ અને ચકાસણી કરવા અને જવાબદારીપૂર્વક રિપોર્ટ કરવા વિનંતી કરીએ છીએ."

વિરાટ અને અનુષ્કાએ 2023માં પહેલીવાર આશ્રમની મુલાકાત લીધી હતી

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 2023માં પહેલીવાર પ્રેમાનંદ જી મહારાજની મુલાકાત લીધી હતી. ત્યારથી કોહલી જ્યારે પણ સમય મળે છે ત્યારે વૃંદાવનની મુલાકાત લે છે. આ સમય દરમિયાન કોહલીએ તેની પુત્રી વામિકા અને પુત્ર અકય કોહલી સાથે પણ મહારાજના દર્શન કર્યા છે. વિરાટે બાબા નીમ કરોલીના આશ્રમની પણ મુલાકાત લીધી છે. તે લંડનમાં કીર્તન પણ કરવા માટે પણ જાય છે.

વિરાટ કોહલીની ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો, વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની ODI સિરીઝ પછી કોહલી હાલમાં તેના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. તે આગામી સમયમાં ટીમ ઈન્ડિયા તરફથી ન્યુઝીલેન્ડ સામે રમતા જોવા મળશે, ટીમ ઈન્ડિયા 4 નવેમ્બરથી શરૂ થતી પાંચ મેચની ODI સિરીઝ રમશે. વિરાટ કોહલી આ સિરીઝમાં પોતાની બેટિંગ સ્કિલ્સ દર્શાવવાનો પ્રયાસ કરશે. કોહલીએ પાછલી સિરીઝમાં પણ શાનદાર સદી ફટકારી હતી.