Video: ક્લાસ બંક કરીને ભારત-ન્યુઝીલેન્ડની મેચ જોવા પહોંચ્યા બાળકો, કેમેરા જોતા જ છુપાવવા લાગ્યા ચહેરો; વાયરલ થઈ ક્લિપ

જો કોઈ બાળકને ક્લાસમાં ભણવાને બદલે લાઈવ ક્રિકેટ મેચ જોવાની તક મળે, તો કોઈ તેને ચૂકવા નહીં માંગે. આવી જ ઘટના ન્યુઝીલેન્ડના વેલિંગ્ટનમાં બની, જ્યાં કેટલાક સ્કૂલના બાળકો ક્લાસ બંક કરીનેને ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ મેચ જોવા માટે સ્ટેડિયમ ગયા. બાળકો તેમના સ્કૂલ યુનિફોર્મમાં મેચનો આનંદ માણી રહ્યા હતા અને આરામથી બેઠા હતા અને લંચ ખાતા હતા, પરંતુ પછી સ્ટેડિયમ કેમેરા તેમના પર ગયો. આગળ જે થયું તે તમને હસાવશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ વેલિંગ્ટનમાં રમાઈ રહી હતી. મેચના પાંચમા અને અંતિમ દિવસે સ્ટેડિયમમાં પ્રવેશ ફ્રી હતો. કેટલાક સ્કૂલના બાળકોએ આ તકનો પૂરો લાભ લેવાનું નક્કી કર્યું. સ્કૂલે જવાને બદલે તેઓ લાઈવ ક્રિકેટ મેચ જોવા પહોંચી ગયા.
બાળકો સ્ટેડિયમમાં બેઠા હતા, મેચનો આનંદ માણી રહ્યા હતા. તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. પરંતુ તેમને કદાચ ખ્યાલ નહતો કે કેમેરા ટૂંક સમયમાં તેમની મજા બધાને બતાવશે.
બાળકો પોતાની સીટ પર બેઠા હતા અને મેચ જોઈ રહ્યા હતા અને લંચ કરી રહ્યા હતા, ત્યારે સ્ટેડિયમનો કેમેરો તેમની તરફ ફર્યો. જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે કેમેરામાં તેમના ચહેરા રેકોર્ડ થઈ રહ્યા છે, તેઓ તરત જ નીચે ઝૂકી ગયા. કોઈએ પોતાના ચહેરા હાથથી છુપાવ્યા, જ્યારે કોઈએ પોતાની સીટ પાછળ છુપાવવાનો પ્રયાસ કર્યો.
બાળકોની ક્રિયાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમને ડર હતો કે તેમના માતા-પિતા અથવા શાળાના સ્ટાફ તેમને ટીવી પર જોઈ શકે છે. કેમેરાથી બચવાના તેમના પ્રયાસોએ તે ક્ષણને વધુ રમુજી બનાવી દીધી. આ રમુજી ક્ષણનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @blackcapsnz હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેમાં કેપ્શન હતું, "મને આશા છે કે મમ્મી મેચમાં નહીં જોઈ રહી હોય."
આ કેપ્શને વીડિયોની મજામાં વધારો કર્યો. વીડિયોએ ઝડપથી સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેચ્યું છે. યુઝર્સ બાળકોની નિર્દોષ કૃત્યો પર હસી રહ્યા હતા. ઘણાને તેમના પોતાના શાળાના દિવસો યાદ આવી ગયા, જ્યારે તેઓ પણ ક્યારેક ક્લાસ ટાળવા માટે બહાના શોધતા હતા.
સોશિયલ મીડિયા પર લોકોને બાળકોની શૈલી ખૂબ ગમી
લોકોએ વીડિયો પર રમુજી પ્રતિક્રિયાઓ આપી. કેટલાક યુઝર્સે કેમેરાથી બચવાના બાળકોના પ્રયાસોને રમુજી ગણાવ્યા, જ્યારે કેટલાકે કમેન્ટ કરી કે જો કોઈને લાઈવ ક્રિકેટ મેચ જોવાની તક મળે તો તે ક્લાસ છોડી દેવાનું મન થઈ શકે છે.
કેટલાક લોકોએ આ વીડિયોને આજના સમયમાં આવકારદાયક પરિવર્તન તરીકે પણ વખાણ્યો. તેમણે કહ્યું કે જ્યારે બાળકો આજકાલ મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા પર ઘણો સમય વિતાવે છે, ત્યારે આ બાળકોને તેમના મિત્રો સાથે સ્ટેડિયમમાં લાઈવ ક્રિકેટનો આનંદ માણતા જોવું તાજગીભર્યું હતું.
આ ભારત-ન્યુઝીલેન્ડ મેચ આ બાળકો માટે લાંબા સમય સુધી યાદગાર રહેશે. જોકે, હવે જ્યારે તે કેમેરામાં કેદ થઈ ગઈ છે, ત્યારે તેમની શાળા અને પરિવારને ખબર પડશે કે તેઓ તે દિવસે ક્લાસમાં કેમ ન હતા!








