Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : 5 famous cricketers who made sports anchors their spouses

5 ફેમસ ક્રિકેટર જેમણે સ્પોર્ટ્સ એન્કરને બનાવી પોતાની જીવનસાથી, એક તો અત્યારે ભારતીય ટીમનો કોચ

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2025
લાઇવ ટીવીGoogle News
5 ફેમસ ક્રિકેટર જેમણે સ્પોર્ટ્સ એન્કરને બનાવી પોતાની જીવનસાથી, એક તો અત્યારે ભારતીય ટીમનો કોચ
સોર્સ : GSTV

ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર મોર્ને મોર્કલનો જન્મ દિવસ છે. મોર્ને મોર્કલને BCCI અને ભારતીય ક્રિકેટરોએ જન્મદિવસની શુભકામના પાઠવી હતી.  મોર્ને મોર્કલ 41 વર્ષનો થયો છે. મોર્ને મોર્કલે એક પત્રકાર સાથે લગ્ન કર્યા છે. આ દરમિયાન આવા જ કેટલાક ક્રિકેટર વિશે આપણે જાણીયે..

App Store

ઓગસ્ટ 2024માં ભારતીય ટીમનો બોલિંગ કોચ બન્યો મોર્કલ

મોર્કલ ઓગસ્ટ 2024માં ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાં સામેલ થયો હતો. મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ભલામણ પર મોર્કલનો બોલિંગ કોચ તરીકે સમાવેશ કરાયો હતો.

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં મોર્કલના નેતૃત્ત્વમાં ભારતીય બોલરોએ ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ ટી-20 એશિયા કપમાં ભારતે 9મી વખત ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ભારતીય બોલરોએ સારૂ પ્રદર્શન કર્યું હતું. મોર્કલની કોચિંગમાં ભારતીય બોલરોએ વિકેટ લેવાની ક્ષમતા જ નહતી બતાવી પણ ઇજામાંથી પણ બચ્યા હતા અને બેન્ચ સ્ટ્રેન્થ પર પણ ફોકસ કર્યો હતો.

મોર્ને મોર્કલની ક્રિકેટ કરિયર

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર મોર્ને મોર્કલે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. મોર્કલે 86 ટેસ્ટ મેચમાં 160 ઇનિંગમાં બોલિંગ કરતા 309 વિકેટ ઝડપી છે. મોર્કલે 44 ટી-20 મેચમાં 47 વિકેટ ઝડપી છે.

મોર્ને મોર્કલ અને રોજ કેલી

મોર્ને મોર્કલે 6 ડિસેમ્બર 2014ના રોજ ચેનલ-9ની રિપોર્ટર રોજ કેલી સાથે લગ્ન કર્યા હતા.

બુમરાહે સંજના ગણેશન સાથે કર્યા લગ્ન

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા છે.બન્નેના લગ્ન ગોવામાં એક ગુરૂદ્વારામાં થયા હતા. 

સ્ટુઅર્ટ બિન્ની અને સ્પોર્ટ્સ એન્કર મયંતી લેન્ગર

ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ સ્પોર્ટ્સ એન્કર મયંતી લેન્ગર સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. ભલે બિન્નીનું કરિયર વધુ ના ચાલ્યું હોય પરંતુ તેની પત્ની મયંતી લેન્ગર અત્યારે પણ સ્પોર્ટ્સ એન્કરિંગ કરે છે.

શેન વોટસન અને લી ફરલૉન્ગ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસન સ્પોર્ટ્સ કી પ્રેજન્ટર લી ફરલૉન્ગ સામે બોલ્ડ થઇ ચુક્યો છે. બન્નેના લગ્ન 2010માં થયા હતા. વોટસન પ્રથમ વખત લીને વર્ષ 2004માં મળ્યો હતો અને 2006થી મિત્રતા આગળ વધી અને 2010માં બન્નેએ લગ્ન કરી લીધા હતા. 

માર્ટિન ગુપ્ટિલ અને એન્કર લૉરા મેકગોલ્ડ્રિક

ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર માર્ટિન ગુપ્ટિલે પણ સ્પોર્ટ્સ એન્કર સાથે લગ્ન કર્યા છે. ગુપ્ટિલ સ્પોર્ટ્સ એન્કર લોરા મેકગોલ્ડ્રિકના પ્રેમમાં પડ્યો હતો અને 2014માં લગ્ન કર્યા હતા.માર્ટિનના પત્ની સ્કાઇ સ્પોર્ટ્સ ચેનલના એન્કર છે અને ક્રિકેટને લઇને શાનદાર એન્કરિંગ કર્યું છે.