અશ્વિન સાથે જોડાયેલા 5 મોટા વિવાદ, જ્યારે IPLમાં બટલર-મોર્ગન સાથે પણ ઝઘડ્યો ક્રિકેટર
ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. અશ્વિન ટીમ ઇન્ડિયા માટે પ

ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. અશ્વિન ટીમ ઇન્ડિયા માટે પોતાની અંતિમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ એડિલેડમાં રમવા માટે ઉતર્યો હતો. અશ્વિનને લઇને ક્રિકેટના મેદાન પર કેટલાક વિવાદ પણ છે.
IPLમાં જોસ બટલરને માંકડિંગ કરતા થયો હતો વિવાદ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2019 રવિચંદ્રન અશ્વિન જ્યારે પંજાબ કિંગ્સ માટે રમતો હતો ત્યારે રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ મેચમાં જોસ બટલરને માંકડિંગ આઉટ કર્યો હતો. માંકડિંગ હેઠળ કોઇ બેટ્સમેન ત્યારે આઉટ થાય છે જ્યારે તે બોલરના બોલ ફેક્યા પહેલા નૉન સ્ટ્રાઇક એન્ડ પર રન માટે પોતાની ક્રીઝ છોડી દે. એવામાં બોલર પાસે તક હોય છે તો તે તેને રનઆઉટ કરી શકે છે. આવું જ અશ્વિને પણ કર્યું હતું. IPLમાં આ ઘટના નવી હતી. આ રીતે આઉટ થયા બાદ બટલર નિરાશ હતો અને ક્રિકેટ એક્સપર્ટ પણ બે ભાગમાં વહેંચાઇ ગયા હતા. કેટલાકનું માનવું હતું કે અશ્વિને એક વખત ચેતવણી આપવી જોઇતી હતી. બીજી વખત પણ બેટ્સમેન જો ક્રીઝની બહાર ગયો હોત તો માંકડિંગ કરી શકે છે. કેટલાકનું માનવું છે કે જ્યારે નિયમમાં માંકડિંગ હેઠળ આઉટ આપવામાં આવે છે તો અશ્વિને કોઇ ભૂલ નહતી કરી.આ ઘટના પર ઘણો વિવાદ થયો હતો.
ઇયાન મોર્ગન સાથે ઝઘડ્યો હતો અશ્વિન
અશ્વિન સાથે જોડાયેલો બીજો વિવાદ પણ IPLનો છે. અશ્વિન દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો હતો. બેટિંગ દરમિયાન KKR વિરૂદ્ધ જ્યારે બાયના રૂપમાં એક રન માટે દોડ્યો તે સમયે કેપ્ટન ઇયાન મોર્ગને તેને ખેલ ભાવનાની વિરૂદ્ધ ગણાવ્યો હતો. અશ્વિન અને મોર્ગન ઝઘડી પડ્યા હતા. જોકે, KKR માટે રમનારા દિનેશ કાર્તિકે વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો.
હર્ષલ ગિબ્સને અશ્વિને ફિક્સર કહ્યો હતો
વર્ષ 2018માં રવિચંદ્રન અશ્વિને સોશિયલ મીડિયા પર એક શૂ બ્રાંડ માટે પોસ્ટ શેર કરી હતી. દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર હર્ષલ ગિબ્સે પ્રતિક્રિયા આપી હતી. હર્ષલ ગિબ્સે ટ્વીટ કરતા લખ્યુ કે મને આશા છે કે હવે તમે ઝડપી દોડી શકશો. ગિબ્સે આ વાત મજાકમાં કરી હતી પરંતુ અશ્વિન તેને સમજી શક્યો નહતો અને મજાક મજાકમાં ગિબ્સને ફિક્સર કહી દીધો હતો. ગિબ્સ આ વાતથી નારાજ થયો હતો અને તેને કહ્યું કે અશ્વિન મજાકને સમજી નથી શક્યો. જોકે, તે બાદ પણ અશ્વિને ટ્વીટ કરતા કહ્યું કે ગિબ્સને મજાકમાં જ ફિક્સર કહ્યો હતો.
TNPLમાં અશ્વિન સાથે જોડાયેલો DRS વિવાદ
તમિલનાડુ પ્રીમિયર લીગમાં ત્રિચિ અને ડિંડિગુલ ડ્રેગન્સની મેચમાં એક જ બોલ પર બે DRSની ઘટના પણ ઉછળી હતી. વિકેટ પાછળ પકડવામાં આવેલા કેચને ફીલ્ડ અમ્પાયરે યોગ્ય ગણાવતા આઉટ આપ્યો હતો. તે બાદ આઉટ થયેલા ત્રિચિના બેટ્સમેને થર્ડ અમ્પાયરનો સહારો લીધો હતો. થર્ડ અમ્પાયરે મેદાન પરના અમ્પાયરના નિર્મયને પલટી તેને નોટ આઉટ ગણાવ્યો હતો. આ નિર્ણયથી ડિંડિગુલ ડ્રેગન્સ ટીમનો કેપ્ટન અશ્વિન ખુશ નહતો, તેને નિર્ણયને પડકાર આપ્યો હતો અને પછી રિવ્યૂ લઇ લીધો હતો. જોકે, થર્ડ અમ્પાયરે બેટ્સમેનને નોટઆઉટ આપ્યો હતો.
આ પણ વાંચો: રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટને કહ્યું અલવિદા, ગાબા ટેસ્ટ પૂરી થતા જ કરી જાહેરાત
અશ્વિન અને શિવરામાકૃષ્ણન વચ્ચે થયો હતો મતભેદ
ભારત માટે 765 ઇન્ટરનેશનલ વિકેટ લેનારા અશ્વિન પર પૂર્વ દિગ્ગજ ક્રિકેટર લક્ષ્મણ શિવરામાકૃષ્ણને ગંભીર આરોપ લગાવ્યા હતા. આ ઘટના અશ્વિનની 100મી ટેસ્ટ મેચની છે. પૂર્વ ભારતીય સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણન અશ્વિનના વ્યવહારથી નિરાશ થયા હતા. શિવરામાકૃષ્ણને સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે અશ્વિને તેનો ફોન કોલ કાપી નાખ્યો હતો અને 100મી ટેસ્ટની શુભેચ્છાના મેસેજનો પણ કોઇ જવાબ આપ્યો નહતો. પૂર્વ ભારતીય સ્પિનરે સોશિયલ મીડિયા પર લખ્યુ હતું કે 100મી ટેસ્ટ માટે શુભેચ્છા પાઠવવા માટે અનેક ફોન કર્યા હતા પણ તેને મારો ફોન કાપી નાખ્યો હતો.આ સમ્માન અમને પૂર્વ ક્રિકેટરો પાસેથી મળતું હતું, આ મામલે અશ્વિને કોઇ પ્રતિક્રિયા આપી નહતી.








