ઈદ-એ-મિલાદ-ઉન-નબી ક્યારે છે? જાણો ચોક્કસ તારીખ અને મહત્ત્વ
ઈસ્લામ ધર્મમાં ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો તહેવાર રબીઉલ અવ્વલ મહિનાની 12મી તારીખે મિલાદુન્નબીના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ઇસ્લામના

ઈસ્લામ ધર્મમાં ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો તહેવાર રબીઉલ અવ્વલ મહિનાની 12મી તારીખે મિલાદુન્નબીના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ઇસ્લામના સ્થાપક પયગંબર મોહમ્મદનો જન્મ થયો હતો. એવું માનવામાં આવે છે કે પયગંબર મોહમ્મદનો જન્મ મક્કામાં થયો હતો. કહેવાય છે કે અલ્લાહે હઝરત મોહમ્મદને અવતારના રૂપમાં મોકલ્યા હતા. પયગંબર મોહમ્મદના પિતા અબ્દુલ્લા બિન અબ્દુલ મુત્તાલિબ હતા, જ્યારે તેમની માતા આમેના હતી. ઈદ-એ-મિલાદ-ઉન-નબી પયગંબર મોહમ્મદના જન્મની યાદમાં દર વર્ષે ઉજવવામાં આવે છે. એવામાં અહીં જાણો આ વર્ષે એટલે કે 2024માં કયા દિવસે ઈદ-એ-મિલાદ-ઉન-નબી મનાવવામાં આવશે.
ઇદ-એ-મિલાદ-ઉન-નબીની ચોક્કસ તારીખ
ઈસ્લામિક કેલેન્ડર મુજબ આ વર્ષે ઈદ મિલાદ ઉન નબી 16 સપ્ટેમ્બર એટલે કે સોમવારે મનાવવામાં આવશે. આ દિવસના મહત્ત્વ વિશે વાત કરતાં કહેવાય છે કે સમાજમાં પ્રચલિત અંધકાર અને લૂંટના કારણે લોકો પરેશાન હતા. આવી સ્થિતિમાં અલ્લાહે મોહમ્મદ સાહેબને બુરાઈને ખતમ કરવા માટે પૃથ્વી પર મોકલ્યા હતા.
જ્યારે મોહમ્મદ સાહેબ નાના હતાં, ત્યારે જ મોહમ્મદ સાહેબના પિતાનું અવસાન થયું હતું. આવી સ્થિતિમાં તેમના કાકા અબુ તાલિબે તેમને ઉછેર્યા હતાં. હઝરત મોહમ્મદ બાળપણથી જ દિવસ-રાત અલ્લાહની બંદગીમાં મગ્ન રહેતા હતા. તે મક્કાની ટેકરીની પણ ઈબાદત કરતા હતા. જ્યારે મોહમ્મદ 40 વર્ષના થયા ત્યારે તેમને અલ્લાહ તરફથી એક સંદેશ મળ્યો, જેમના પછી તેમણે લોકો સુધી અલ્લાહનો સંદેશ પહોંચાડવાનું શરૂ કર્યું.
હઝરત મોહમ્મદે અલ્લાહને વચન આપ્યું હતું કે તેઓ ઇસ્લામ ધર્મનું નેતૃત્વ કરશે. એવું માનવામાં આવે છે કે મોહમ્મદ સાહેબને લોકોને ઇસ્લામ સમજાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, તેમણે દુશ્મનો તરફથી જુલમ અને અત્યાચાર પણ સહન કર્યા. તેમ છતાં તેઓ પોતાના ધ્યેયથી હટ્યા નહિ અને લોકોને ઇસ્લામનું મહત્ત્વ સમજાવતા રહ્યા.
દર વર્ષે ઈદ નિમિત્તે ઘરો અને મસ્જિદોને શણગારવામાં આવે છે. તે મહાન ઉજવણીનો દિવસ માનવામાં આવે છે. ઇસ્લામ ધર્મના લોકો આ ખાસ અવસર પર દરગાહ જાય છે અને હઝરત મોહમ્મદના સંદેશાઓ વાંચે છે. આ દિવસે વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેમજ આખો દિવસ અલ્લાહની ઇબાદતમાં પસાર થાય છે.








