મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

શું કુબેર અને કુંભકર્ણ ભાઈઓ હતા? જાણો 6 મહિના સૂવા અને 1 દિવસ જાગવા પાછળની કથા

રામાયણકાળમાં આવા અનેક માયાવી રાક્ષસો અને દૈત્યો હતા. જેઓ માત્ર રહસ્યમય જ નહિ પરંતુ શક્તિશાળી પણ હતા. તેમાંથી એક કુંભકર્

શું કુબેર અને કુંભકર્ણ ભાઈઓ હતા?  જાણો 6 મહિના સૂવા અને 1 દિવસ જાગવા પાછળની કથા

રામાયણકાળમાં આવા અનેક માયાવી રાક્ષસો અને દૈત્યો હતા. જેઓ માત્ર રહસ્યમય જ નહિ પરંતુ શક્તિશાળી પણ હતા. તેમાંથી એક કુંભકર્ણ હતો. કુંભકર્ણ એટલે બીજું કોઈ નહીં પણ રાવણનો નાનો ભાઈ હતો. પરંતુ શું તમે જાણો છો કે કુબેર સાથે કુંભકર્ણનો પણ સંબંધ હતો. કુંભકર્ણ 6 મહિના સુધી સૂતો હતો અને માત્ર એક દિવસ જાગતો હતો, શું તમે જાણો છો આ બે વસ્તુઓ પાછળની કહાની?  કુબેરનો કુંભકર્ણ સાથે શું સંબંધ હતો અને કુંભકર્ણ 6 મહિના સુધી કેમ સૂતો હતો. તેના વિશે જાણીએ.

કુબેર અને કુંભકર્ણ વચ્ચેનો સંબંધ?

જણાવી દઈએ કે કુંભકર્ણના દાદાનું નામ પુલસ્ત્ય અને પિતાનું નામ વિશ્વશ્રવ હતું.  વિશ્વશ્રવ એક ઋષિ હતા જેમણે ઋષિ ભારદ્વાજની પુત્રી ઇલવિદ સાથે લગ્ન કર્યા હતા. આ બંનેનું સંતાન એટલે કુબેર. જ્યારે વિશ્વાશ્રવે કૈકસી સાથે બીજી વાર લગ્ન કર્યા હતા. વિશ્વાશ્રવને કૈકસી થકી ચાર બાળકો રાવણ, કુંભકર્ણ, વિભીષણ અને શુર્પણખા જન્મ થયો હતો. આથી કુબેર કુંભકર્ણના સાવકા ભાઈ હતા. 

કુંભકર્ણ 6 મહિના સુધી કેમ સૂતો હતો?

જણાવી દઈએ કે કુંભકર્ણ 6 મહિના સુધી સતત સૂતો હતો અને માત્ર એક દિવસ જ જાગતો હતો અને તે દિવસ પછી તે ફરીથી 6 મહિના સુધી સૂતો હતો એટલે કે વર્ષમાં માત્ર એક દિવસ જ જાગતો હતો અને આખું વર્ષ સૂતો રહેતો હતો. તેની પાછળની કથા એવી છે કે એક વખત કુંભકર્ણે તપસ્યાથી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માથી ખુશ થતાં તેને વરદાન માગવા કહ્યું. ભગવાન બ્રહ્મા પાસેથી વરદાન માગતા સમયે કુંભકર્ણ ઈન્દ્રાસનના બદલે નિંદ્રાસન બોલ્યો. જેને પગલે તે સતત 6 મહિના સુધી સૂતો અને માત્ર એક દિવસ જાગતો હતો.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો