કન્યા રાશિના જાતકોને આકસ્મિક ધન લાભ થઈ શકે છે, જાણો તમારું આજનું તા. 29 સપ્ટેમ્બરનું રાશિફળ
આજનું નક્ષત્ર: માઘ (કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ) મેષ રાશિ

આજનું નક્ષત્ર: માઘ
(કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ)
મેષ રાશિઃ
સામાજિક કાર્ય માટે તમે વિશેષ પ્રયત્નશીલ રહેશો.
આવકના માર્ગમાં અવરોધ આવી શકે છે.
લોનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરો.
વૃષભ રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
પારિવારિક સુખ સારું રહેશે.
કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે.
મિત્રોનો સાથ સહકાર મળશે.
મિથુન રાશિઃ
કાર્ય સ્થળ પર તમે ઉત્સાહપૂર્વક કાર્ય કરશો.
કોસ્મેટિક વસ્તુના વ્યાપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
કર્ક રાશિઃ
વિદેશથી આવકના નવા માર્ગ મળશે.
મિત્રો સાથે સમય વીતશે.
નવા ઘરની ખરીદી થઈ શકે છે.
નાના ભાઈ બહેન સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે.
સિંહ રાશિઃ
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
સર્જક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
અતિ માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે.
કન્યા રાશિઃ
કાર્ય સ્થળ પર વિશેષ માન સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
આકસ્મિક ધનલાભ થઈ શકે છે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
તુલા રાશિઃ
તમારા વ્યક્તિ પરથી લોકો પ્રભાવિત થશે.
દૂધના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
ભૌતિક સુખ સગવડ પાછળ ધન ખર્ચનું પ્રમાણ વધશે.
વૃશ્ચિક રાશિઃ
વિદેશ યાત્રામાં તે પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
ગુપ્તશત્રુ સાવધાન રહેવું.
ભાગ્યનો સાથ સહકાર મળશે.
ધન રાશિઃ
આધ્યાત્મિક ગુરુ સાથે મુલાકાત થઈ શકે છે.
ખાણીપીણીને લગતી વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
સ્થળ પર વધારે સમય આપવો પડશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
મકર રાશિઃ
શિક્ષક તરીકે કાર્ય કરતા લોકોને વિશેષ માન સન્માન મળશે.
આપેલા નાણાં પરત મળી આવશે તમારા.
અત્તરના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કુંભ રાશિઃ
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકો ભાગીદાર સાથે સંબંધો સાચવે.
પારિવારિક સુખ સારું રહેશે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
મીન રાશિઃ
ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના વ્યાપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કફજન્ય રોગ થઈ શકે છે, સ્વાસ્થ્ય ની કાળજી લેવી.
વિદેશથી આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે છે.
દિવસથી શરૂઆતમાં મન અશાંત રહેશે.








