મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

મહાદેવનું અનોખું મંદિર જ્યાં સાવરણી ચઢાવવાથી રોગો થાય છે દૂર!

ભારતમાં એવા ઘણા તીર્થ સ્થાનો અને મંદિરો છે જે તેમના ચમત્કારો અને રહસ્યો માટે જાણીતા

મહાદેવનું અનોખું મંદિર જ્યાં સાવરણી ચઢાવવાથી રોગો થાય છે દૂર!

ભારતમાં એવા ઘણા તીર્થ સ્થાનો અને મંદિરો છે જે તેમના ચમત્કારો અને રહસ્યો માટે જાણીતા છે, એવું માનવામાં આવે છે કે પવિત્ર સ્થળોની મુલાકાત લેવાથી માનસિક શાંતિ મળે છે.

અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ પવિત્ર મહિનામાં અમે તમને મહાદેવના આવા જ અનોખા મંદિર વિશે જણાવી રહ્યા છીએ જ્યાં એવી માન્યતા છે કે આ મંદિરમાં ઝાડુ ચઢાવવાથી તમામ રોગો અને દોષ દૂર થઈ જાય છે, તો ચાલો જાણીએ. તે ચમત્કારિક મંદિર ક્યાં આવેલું છે?

પાતાળેશ્વર શિવ મંદિર

તમને જણાવી દઈએ કે પાતાળેશ્વર શિવ મંદિર દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુરાદાબાદ અને સંભલ જિલ્લાના બહજોઈના સદાતબારી નામના ગામમાં આવેલું છે, જેને પાતાળેશ્વર શિવ મંદિર કહેવામાં આવે છે. આ મંદિરમાં લોકો ભગવાન શિવને ઝાડુ ચઢાવવા જાય છે. સોમવાર, શિવરાત્રી અને શ્રાવણ મહિનામાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે એવી માન્યતા છે કે અહીં શિવને સાવરણી ચઢાવવાથી ચામડીના રોગો મટે છે અને ભોલેનાથની કૃપા પણ વરસે છે.  જેના કારણે અહીં લાંબી કતારો લાગી છે.

પાતાળેશ્વર શિવ મંદિર દેશભરમાં પ્રખ્યાત છે આ મંદિરમાં વર્ષોથી મહાદેવને સાવરણી ચઢાવવામાં આવે છે, જે એક અનોખી પરંપરા માનવામાં આવે છે.  સ્થાનિક લોકોનું માનવું છે કે આ મંદિરમાં ભગવાન શિવને સાવરણી અર્પણ કરવાથી ત્વચા સંબંધિત તમામ રોગોમાંથી મુક્તિ મળે છે અને મહાદેવના આશીર્વાદથી જીવનમાં સમૃદ્ધિ આવે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો