મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આજનું તારીખ 24- 5 -2024નું રાશિફળ : માતા લક્ષ્મીની અસીમ કૃપાથી આ રાશિના જાતકોને થશે ધન લાભ 

મેષ : આજે તન-મન-ધનથી - વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને ચિંતા-ખર્ચ જણ

આજનું તારીખ 24- 5 -2024નું રાશિફળ : માતા લક્ષ્મીની અસીમ કૃપાથી આ રાશિના જાતકોને થશે ધન લાભ 

મેષ : આજે તન-મન-ધનથી - વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને ચિંતા-ખર્ચ જણાય.

વૃષભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય. રાજકીય - સરકારી કામકાજ થાય.

મિથુન : આપના કામમાં હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી અનુભવાય. સિઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.

કર્ક : પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આપની ચિંતા પરેશાનીમાં રાહત થતી જાય. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

સિંહ : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગમાં વધારો થાય.

કન્યા : ઉપરીવર્ગ- સહકાર્યકરવર્ગ- નોકર ચાકર વર્ગના સાથ સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

તુલા : આપના કાર્યનીસાથે સામાજિક- વ્યવહારિક- કૌટુંબિક - પારિવારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. કામનો ઉકેલ આવે.

વૃશ્ચિક : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. અગત્યના નિર્ણય લેવામાં સરળતા જણાય.

ધન : બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં આપે સંભાળવું પડે. કોર્ટ-કચેરીના કામમાં આપે ધીરજ અને શાંતિ રાખવા.

મકર : આપના કાર્યમાં સંતાનનો સાથ-સહકાર મળી રહે. વાણીની મીઠાશથી આપના કામમાં સરળતા થતી જાય.

કુંભ : સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગ- ઘર-પરિવારના કામકાજ અંગે દોડધામ- શ્રમ જણાય. જમીન-મકાન- વાહનના કામ થાય.

મીન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. મિલન- મુલાકાતમાં સરળતા રહે.

આ સમાચાર શેર કરો