ઘરમાં વાસ્તુ દોષથી છુટકારો મેળવવા આ રીતે કરો સ્વસ્તિક, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો
હિંદુ ધર્મમાં પૂજા દરમિયાન સ્વસ્તિકનું પ્રતિક બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માન

હિંદુ ધર્મમાં પૂજા દરમિયાન સ્વસ્તિકનું પ્રતિક બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. સ્વસ્તિકને પ્રથમ પૂજનીય દેવતા ભગવાન ગણેશનું પ્રતિક માનવામાં આવે છે. તેથી, તમામ શુભ કાર્યોની શરૂઆતમાં સ્વસ્તિક બનાવવામાં આવે છે. સ્વસ્તિકને આઠ ખૂણા- હાથ છે. જે પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશનું પ્રતીક માનવામાં આવે છે. ઉપરાંત, મુખ્ય ચાર ભુજાઓ ચાર વેદ, ચાર દિશાઓ અને ચાર પુરુષાર્થ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ)નું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા માટે સ્વસ્તિક બનાવતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો જાણીએ સ્વસ્તિક સંબંધિત વાસ્તુ ટિપ્સ...
સ્વસ્તિક સંબંધિત ખાસ વાસ્તુ ટિપ્સ:
- ઘર કે ઓફિસમાં પૂર્વ, ઉત્તર-પૂર્વ અને ઉત્તર દિશામાં સ્વસ્તિક બનાવવું જોઈએ.
- ઘરમાં અષ્ટધાતુ અથવા તાંબાથી બનેલું સ્વસ્તિક સ્થાપિત કરવું પણ શુભ માનવામાં આવે છે.
- બાળકોના અભ્યાસ ખંડમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્વસ્તિક મૂકી શકાય છે.
- ઘરમાં સ્વસ્તિક બનાવવા માટે હંમેશા સિંદૂરનો ઉપયોગ કરો.
- વાસ્તુ અનુસાર સ્વસ્તિકની આસપાસ શૂઝ અને ચપ્પલ ન ઉતારવા જોઈએ.
- વાસ્તુ દોષથી છુટકારો મેળવવા માટે નવ આંગળ લાંબું અને પહોળું સ્વસ્તિક બનાવવું જોઈએ.
- ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા માટે મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવી શકાય છે.
- એવું માનવામાં આવે છે કે ઘરની તિજોરી પર સિંદૂરથી સ્વસ્તિક બનાવવાથી ધનમાં વધારો થાય છે.
- કહેવાય છે કે ઘરના આંગણાની વચ્ચે સ્વસ્તિક બનાવવાથી નકારાત્મકતા દૂર થાય છે.
- જો ઘરની સામે ઝાડ અથવા થાંભલો દેખાય તો મુખ્ય દરવાજા પર સ્વસ્તિક લગાવવું શુભ માનવામાં આવે છે.
ડિસક્લેમર:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.




