મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આ રાશિના જાતકને શનિની સાડાસાતીથી મળશે મુક્તિ

શનિદેવ ન્યાયના દેવતા છે, અને લોકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિની ચાલ અને સ્થિતિમાં થન

આ રાશિના જાતકને શનિની સાડાસાતીથી મળશે મુક્તિ

શનિદેવ ન્યાયના દેવતા છે, અને  લોકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિની ચાલ અને સ્થિતિમાં થનારા પરિવર્તનની દરેક રાશિ પર અસર થાય છે. શનિની સાડાસાતી દરેક વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ લઈને આવે છે. 

શનિદેવ અત્યારે કુંભ રાશિમાં છે. હાલમાં મકર, કુંભ અને મીન રાશિના લોકો પર શનિની સાડાસાતી ચાલી રહી છે. તેના કારણે કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિની ઢૈયા ચાલી રહી છે. આવો જાણીએ કે, આવતા વર્ષથી કઈ રાશિ પર શનિની સાડાસાતી શરૂ થશે અને કઈ રાશિઓ પરથી ખતમ થશે.

મકર રાશિના લોકો માટે શનિની સાડાસાતીનું અંતિમ ચરણ ચાલી રહ્યું છે. સાડાસાતી 26 જાન્યુઆરી 2017ના રોજ શરુ થઈ હતી અને તે આવતા વર્ષે 29 માર્ચ 2025 ના રોજ સમાપ્ત થશે.

કુંભ રાશિ: કુંભ રાશિના લોકો શનિની સાડાસાતી બીજા ચરણમાં છે. તેમની સાડાસાતી 23 ફેબ્રુઆરી 2028ના રોજ સમાપ્ત થશે. 

મિથુન રાશિ: મિથુન રાશિના જાતકો માટે શનિની સાડાસાતી 08 ઓગસ્ટ 2029 થી શરૂ થશે. 27 ઓગસ્ટ 2036 ના રોજ સમાપ્ત થશે. 

મીન રાશિ: મીન રાશિ પર સાડાસાતીનો પ્રથમ તબક્કો છે. એપ્રિલ 2030ના એપ્રિલ મહિનામાં સમાપ્ત થશે.

કર્ક રાશી: કર્ક રાશિના લોકો માટે સાડાસાતી 31 મે 2032થી શરૂ થશે અને તેમને 22 ઓક્ટોબર 2038ના રોજ સાડાસાતી છુટકારો મળશે.

સિંહ રાશી: સિંહ રાશિના લોકો માટે શનિની સાડાસાતી 13મી જુલાઈ 2034થી શરૂ થશે.29મી જાન્યુઆરી 2041 સુધી ચાલશે. 

કન્યા રાશિ: કન્યા રાશિના જાતકો માટે શનિની સાડાસતી 27મી ઓગસ્ટ 2036થી શરૂ થશે અને 12મી ડિસેમ્બર 2043ના રોજ સમાપ્ત થશે.

તુલા રાશિ: તુલા રાશિના જાતકો માટે શનિની સાડાસાતી 22મી ઓક્ટોબરથી શરૂ થશે અને 08મી ડિસેમ્બર 2046ના રોજ સમાપ્ત થશે. 

વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિના લોકો માટે શનિની સાડાસાતી 28 જાન્યુઆરી 2041થી શરૂ થશે અને 3 ડિસેમ્બર 2049 સુધી ચાલશે. 

ધન રાશિ: ધન રાશિના જાતકો માટે શનિની સાડાસાતી 12મી ડિસેમ્બર 2043થી 3જી ડિસેમ્બર 2049 સુધી રહેશે.

ડિસક્લેમર:-  આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો